Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વાંકાનેરમાં પૂ. જલારામબાપાની ઝૂપડી બનાવીને જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી

 વાંકાનેરઃ વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ શહેરના માર્કેટ ચોકમાં સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા પૂ.જલારામબાપાની ઝૂપડી ઉભી કરી ભકિત ભાવથી બાપાની રર૧ મી જન્મજયંતિની ઉજવણી કરી હતી. વાંકાનેર સમસ્ત લોહાણા સમાજ દ્વારા પૂુજય જલારામબાપાની પુરા કદની મુર્તિ પાસે સવારે ૧૦ વાગ્યે જ્ઞાતિના મોભી જીતુભાઇ સોમાણી, લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, મંત્રી લલિતભાઇ પુજારા, હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉપપ્રમુખ બટુકભાઇ બુદ્ધદેવ, રઘુવંશી સોશ્યલગ્રુપના ઉપપ્રમુખ અમિત સેજપાલ, રાજ સોમાણી, સમર કટારીયા, સંજય જાબનપુત્રા સહીતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય બાદ પૂ.જલારામ બાપાની ભાવ વંદના અને જયજયકાર કરી ગરમા ગરમ બુંદી અને ગાંઠીયાનો પ્રસાદનું હજારો લોકોને વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ચીરાગ સોલંકી પણ સેવા જોડાયા હતા સીટી સ્ટેશન રોડ ઉપર અંબીકા સ્વીટ પાસે સંજયભાઇ મજીઠીયા અને મુન્નાભાઇ કારીયાની ટીમ દ્વારા પણ હજ્જારો લોકોને બુંદી-ગાંઠીયાના પ્રસાદનું વિતરણ કર્યું હતું શ્રી ફળશ્વર મહાદેવ મંદિર પૂ. જલારામ બાપાની દિવ્ય પ્રતિમાનું પણ લાખાણી પરિવાર દ્વારા પુજન કરાયું હતું.(તસ્વીર-અહેવાલઃ નિલેશ ચંદારણા-વાંકાનેર)

(10:10 am IST)