Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ,ધારાસભ્ય કોવિડ હોસ્પિટલની મુલાકાતે

વઢવાણ તા.૨૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના ૩૦૦૦ જેટલા કેસો નોંધાય ચુકયા છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ પણ ચિંતામાં મૂકાયાં છે ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોના કેસના પગલે હાલ લોકો સાવચેત બને તે જરૂરી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી કોવિડ હોસ્પિટલ પણ કોરોના ના દર્દીઓ થી ભરાઈ ચૂકી છે.

ત્યારે વધતા જતા કોરોના કેસના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ભલે વઢવાણ ધારાસભ્ય સહિતની ભાજપની ટીમો દ્વારા સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલ ઓ ની મુલાકાત લેવામાં આવી હતીજેમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ માં કોઈ હોસ્પિટલની મુલાકાતે સુરન ગર જિલ્લાના સાંસદ ડોકટર મહેન્દ્ર ભાઈ મુંજપરા વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા પહોંચ્યા હતા.

ડોકટર સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી જરૂરી સૂચનો પણ આપ્યા હતા. અને સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ મહેન્દ્રભાઈ અને ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા દ્વારા શહેરની કોવિડ હોસ્પિટલોની મુલાકાત દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ ની વચ્ચે જઈને તબિયત પૂછી હતી અને વ્યવસ્થિત સારવાર મળે છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવી હતી.

 આ મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા ગાંધી હોસ્પિટલના મુખ્ય ડોકટર વસેટિયન પણ સાથે જોડાયા હતા.

(11:41 am IST)