Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

તળાજામાં કોરોનાને લઇ કડક કાર્યવાહી માટે તૈયાર રહો

ભાવનગર તા.૨૪ :  તળાજા પોલીસ દ્વારા  તળાજાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, રાજકીય પાર્ટીના આગેવાનો, વેપારી ઓને બોલાવી સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવી હતીકે કોરોના વકરે નહીં તેથી સાવચેતી રાખવી જરૂરી છે.તેના ભાગરૂપે સરકાર ની ગાઈદ લાઈન મુજબ કડક પગલાં લેવાનો આદેશ હોય તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

કોરોના નો બીજો રાઉન્ડ ગુજરાત માં શરૂ થયો છે. તેને લઈ પ્રશાશન એકશન મોડમાં આવ્યૂ છે. મહામારી નો ચેપ તળાજા માં ફેલાય નહિ તેમાટે આજે પોલીસ અધિકારી વિજયસિંહ ગુર્જર એ બપોરે તળાજા પાલિકા પ્રમુખ વિનુભાઈ વેગડ, શહેર ભાજપ પ્રમુખ ડો.મારડીયા, યાર્ડના ડિરેકટર કોંગ્રેસના આગેવાન હનુભાઈ પરમાર, વેપારી આગેવાન હનીફભાઈ તુર્કીશેઠ સહિતના આગેવાનોની બેઠક બોલાવી હતી. આગેવાનો પાસેથી વિવિધ સૂચનો માગ્યા હતા. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહયુ હતુંકે આદેશ મુજબ અહીં કોરોના ને અટકાવવા સરકાર ના આદેશ મુજબ કડક પગલાં ભરવામાં આવશે. જોકે પોલીસ દ્વારા બે દિવસ થી માસ્ક વગરના જોવા મળતા લોકો વિરુદ્ઘ દંડનીય કાર્યવાહી હાથધરી દીધી છે.

બેઠકમાં શાકમાર્કેટ માં ગીચતા,આડેધડ રાખવામાં આવતી લારીઓ, જેને લઈ અહીં ખરીદી કરવા આવનાર સૌકોઈને સાવ નજીક નજીક થી પસાર થવું પડતું હોય જેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય રહેલો છે.તેને લઈ પણ ચર્ચા થઈ હતી.

(11:41 am IST)