Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

સંપર્કમાં આવેલાને સાવચેત રહેવા અને તકલીફ જણાયે કોરોના ટેસ્ટ કરાવવા અપીલ

જામનગર :76 કાલાવડના  પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો આજરોજ  સાંજના સમયે રિપોર્ટ કરાવતા  પોઝિટિવ આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે શરીરમાં થોડી તકલીફ જાણતા આજ રોજ મે કોરોનાં ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવેલ. તેથી હું સર્વે મારા લોકો જે છેલ્લા અઠવાડિયા થી મારા સંપર્ક માં આવેલ હોય તેમને સાવચેત રેવા અને કોઈ પણ તકલીફ જણાય તો ટેસ્ટ કરવા મારી વિનંતી છે. હાલ જામનગર જી.જી હોસ્પિટલ માં  તેઓની સારવાર  માટે લઈ રહ્યા છે  અને તેમની તબિયત એકદમ સારી છે

(9:51 pm IST)