Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉપલેટામાં ચોરાઉ બાઇક સાથે નીકળેલ કોલકીના ખીમાને એલસીબીએ ઝડપી લીધો

ખીમા આહીર અગાઉ બે ચોરી સહિત ૧૦ ગુન્હામાં પકડાઇ ચૂકયો છે

ઉપલેટા, તા. રપ : ઉપલેટામાં ચોરાઉ બાઇક સાથે નીકળેલ કોલકીના શખ્સને રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સ અગાઉ બે ચોરી સહિત ૧૦ ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ.આર. ગોહિલ તથા ટીમ ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે નંબર વગરના બાઇક ઉપર નીકળેલ ખીમા રાજાભાઇ આહિર રે. કોલકી તા. ઉપલેટાન રોકી પૂછતાછ કરતા આ બાઇક ઉપલેટામાંથી ચોરી કરી ફેરવતો હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી ઉપલેટા પોલીસના હવાલે કરાયો હતો. પકડાયેલ ખીમો અગાઉ બે ચોરી તથા આઠ વખત પ્રોહીબીશનના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના હેડ કો. શકિતસિંહ જાડેજા, પો.કો. દિવ્યેશભાઇ સુવા, કૌશિકભાઇ જોષી તથા નિલેશભાઇ ડાંગર જોડાયા હતાં.

તસ્વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.

(11:29 am IST)
  • દિપીકા પાદુકોણને પુછપરછ પહેલા બેચૈની થવા લાગીઃ પતિ રણવીરસીંહે નાર્કોટીક બ્યુરોને અપીલ કરી કે મને દિપીકાની સાથે રહેવા દયો access_time 11:32 am IST

  • જંકશન-૧પ માં સતત ૩ દિ' થયા પાણીનાં ધાંધીયા : વોર્ડ નં. ૩ નાં જંકશન પ્લોટ શેરી નં. ૧પ માં સતત ત્રણ દિ' થયા પાણી અત્યંત ઓછુ આવતાં લતાવાસીઓમાં જબરો દેકારોઃ વાલ્વ બદલાવ્યો છતાં પાણી નહી આવતાં ઉગ્ર રજૂઆતો access_time 3:36 pm IST

  • ડ્રગ્સ કેસઃ એનસીબી સમક્ષ હાજર થઇ રકુલઃ મુંબઇમાં દરોડો : આજે અભિનેત્રી રકુલ પ્રિત પહોંચી છે એનસીબીની કચેરીએઃ પુછપરછ શરૃઃ દરમ્યાન મુંબઇમાં ૩ સ્થળે નારકોટીકસ બ્યુરોએ દરોડા પાડયા હોવાનું જાણવા મળે છે access_time 11:32 am IST