Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉપલેટા તાલુકામાં ખનીજ માફીયાઓ ફરી બેફામ રસ્તા અને ખનીજ મળી કરોડો રૂપિયાનું નુકશાન

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. રપઃ તાલુકાના લગભગ ૧પ કિ.મી.ના એરીયામાં ત્રણ મોટી નદીઓમાં ભાદર-મોજ અને વેણુ નદી પસાર થાય છે. સામાન્ય રીતે નદીમાં ખનીજ (રેતી) નું પ્રમાણ પુરતા પ્રમાણમાં હોવાથી છેલ્લા ૧૦ વર્ષથી ખનીજ માફીયાઓ દ્વારા રાત દિવસ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે.

આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા તાલુકાની ત્રણ મોટી નદીઓમાં માફીયાઓ સક્રિય થયા છે. અને લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી નદીમાંથી લોડીંગ કરી અહિંથી રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના સેન્ટરોમાં મોટાપાયે રેતીનું વહેંચાણ કરી કરોડો રૂપિયાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. ગેરકાયદેસર રેતીનો ધંધો તો એક તરફ રહ્યો પરંતુ જે રસ્તા પરથી આ લોડેડ વાહનો પસાર થાય તે રસ્તામાં અત્યારના તબકકે બે-બે ફુટ ઉંડા ખાડા પડી ગયા છે. દર ૬ મહિને આ રસ્તાઓ રીપેર કરવામાં આવે છે પરંતુ ઓવરલોડ વાહનોને કારણે ફરીથી રોડ રસ્તાઓ ખરાબ થવાની ફરીયાદ તાલુકાના ગામડાઓમાં ઉઠતી રહે છે.

હાલ આ ખનીજ માફીયાઓ ભાદર અને મોજ નદીમાં પાણીના પુર હોવાથી વેણુ-ર નદીમાં સક્રિય થયા છે અને વેણુ નદીમાંથી રેતી ચોરી કરી નાગવદર, વરજાંગ જાળીયા તેમજ નાગવદર ગધેથડ રોડ પરથી પસાર થતા હોવાથી રસ્તા ઉપર ર-ર ફુટ જેટલા મોટા ખાડા પડી જવાથી અન્ય વાહનો એસ.ટી. બસ તેમજ મોટા વાહનો અવર-જવર કરી શકતા નથી. આ રોડને એક વખત મેટલ પાથરી રીપેરીંગ કરાવેલ પરંતુ એકજ અઠવાડીયામાં ફરીથી રસ્તાની હાલત પહેલાથી ખરાબર રેતી ચોરીથી માંડી રોડ રસ્તાને કરોડો રૂપિયાનું નુકશાન તંત્રની નજર સામે હોવા છતાં કંઇ થતું નથી. વહેલી તકે ઉપલેટા તાલુકાની નદીઓમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા તાલુકાના લોકોએ માંગણી કરેલ છે. અને અનેક વખત ઉચ્ચ કક્ષાઓ સુધી રજુઆતો કરેલ છે. પરંતુ પરીણામ ન મળતું હોવાથી હવે લોકો પણ આ તમાસો જોવા ટેવાયા છે.

(11:31 am IST)
  • અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ ઉપર ઇડીની તપાસ શરૂ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે અમદાવાદના શ્રી આશીષ પટેલના રાધે ડેવલપર ગ્રુપ ઉપર 'સર્ચ' તપાસ શરૂ કરી છે. તેમના ૨૦૦ કરોડના જમીન પ્રોજેકટ અંગે હવે 'પીએમએલએ' હેઠળ આ તપાસ શરૂ થયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 12:50 pm IST

  • સુવિખ્યાત પ્લેબેક સિંગર એસ.પી. બાલાસુબ્રમનિયમ નું નિધન : ગયા મહિને કોરોના સંક્રમિત થયા હતા : કોરોના સામેનો જંગ હાર્યા : આજ 25 સપ્ટે.2020 શુક્રવારે બપોરે 1 કલાક અને 4 મિનિટે અંતિમ શ્વાસ લીધા : બૉલીવુડ સહીત વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજું access_time 1:58 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST