Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગોંડલ યુવા કોંગ્રેસ દ્વારા કરારી ખેતી બિલના વિરોધમાં મામલતદારને અપાયું આવેદન

ગોંડલઃ ગોંડલ યુવા કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા (કાલમેઘડા) દ્વારા ભારત સરકાર દ્વારા જે ત્રણ કાયદા બહાર પાડયા છે તે કરારી ખેતી કહી શકાય. ભારતમાં ખેડૂતોને કોઇ ખેતી કરવી કે નહીં તેની ખેડૂતને સ્વતંત્રતા છે જ, તેને ફરજ પાડી શકે નહીં.

ખેડૂત સાથે આ કરાર કરનાર વિદેશી કંપનીઓ પણ હોઇ શકે અને ઉત્પાદન તથા વેચાણ પર વગેરે બધી બાબતો પર તેનો અંકુશ રહેશે અને વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેતા પાકનો સારો બોલી ભાવ મળતો  ખેડૂત માટે મુશ્કેલી ઉભી કરશે. જેથી કરારી ખેતી બિલ રદ કરવા મામલતદારને આવેદન આપી ગોંડલ યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જે. જાડેજા (કાલમેઘડા) તથા યુવા  કોંગ્રેસ સોશ્યલ મીડિયા પ્રમુખ કુલદીપસિંહ એન. જાડેજા (કેરાળી) દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

(11:33 am IST)