Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા પોલીસ બેડામાં વધુ બદલીઓના મળતા અણસાર

સપ્તાહમાં બે ડીવાયએસપીની બદલી બાદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.રપ : સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ બની છે  દિનપ્રતિદિન જિલ્લામાં ખંડણી લૂંટ કેસ મારામારી હત્યાના બનાવ જિલ્લામાં સતત વધતા જઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા માટે જિલ્લાની પોલીસની એક સપ્તાહમાં બે ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી શ્રી વાણંદની બદલી પણ વિસનગર મહેસાણા ખાતે કરવામાં આવી છે ત્યારે એક સપ્તાહ પહેલાં લીમડી ડીવાયએસપી બસિયાની પણ બદલી કરવામાં આવી હતી.

જિલ્લામાં ગુનાખોરીના વધતા બનાવોને ડામવા અને જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે જિલ્લા પોલીસની ઉચ્ચકક્ષાએથી હાલમાં બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં જિલ્લા પોલીસ સ્ટાફની જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી બને તે હેતુથી જિલ્લાના પી.આઈ પી.એસ.આઈ અને કોન્સ્ટેબલોની બદલીઓ થવાના હાલમાં સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનીં વાત કરીએ તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાલમાં ખૂબ કથળતી બનતી જઈ રહી છેે જિલ્લામાં ખાસ કરી જુગાર દારૂ વેચાણ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓ વધતા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તેવુ સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે જેના પગલે સુરેન્દ્રનગરજિલ્લામાં આગામી સમયમાં ક્રાઈમ અટકે અને ગુનાખોરી અટકે તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા જિલ્લાના પોલીસ ની બદલી કરવાના સ્પષ્ટ હાલમાં વર્તાઇ રહ્યા છે.(૪૫.૮)

એક સપ્તાહમાં બે ડીવાયએસપીની બદલી

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ બનતા અને દિન-પ્રતિદિન જિલ્લામાં ક્રાઈમ વધવાના પગલે ગૃહ વિભાગમાંથી સુરેન્દ્રનગર જિલ્લા માં આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી બને તે હેતુથી જિલ્લાના બે ઉચ્ચ અધિકારી જેમાં બે ડીવાયએસપીની બદલી ફકત એક જ સપ્તાહમાં આ સમયગાળામાં કરવામાં આવી છે.

હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી નો ચાર્જ પટેલ સાહેબ ને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ડીવાયએસપી તરીકે ચેતનભાઇ મુંધવા ની પછી રેલવે અમદાવાદ થી સુરેન્દ્રનગર લીમડી ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે આગામી સમયમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કડક બને તે હેતુથી જિલ્લાના બે ડીવાયએસપીની બદલી કરવામાં આવતા હાલમાં પોલીસ સ્ટાફમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.(૪૫.૮)

પીઆઇ અને પીએસઆઇની બદલીઓ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગાર અને ક્રાઇમના વધતાં ગુનાઓ ડામવા માટે જિલ્લાના પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા હાલમાં સતત કામે લાગ્યા છે અને ખાસ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સપ્તાહમાં બે ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવતા જિલ્લા પોલીસમાં સપાટો વ્યાપી જવા પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે અને ગુનાખોરી કરતા ગુનેગારોને ડામવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતત હાલમાં કામે લાગી છે.

જિલ્લાની જનતા પણ હાલમાં પોલીસ પાસે આ આશા રાખીને બેઠી છે કે આગામી સમયમાં જિલ્લામાં જે ક્રાઇમ થઈ રહ્યું છે અને જે ઝડપથી ગુનાખોરી વધી રહી છે તે ડામવા માટે બાહોશ પોલીસ અધિકારીઓની નિમણૂક કરવીજોઇએ.

(11:39 am IST)