Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અનોખી એવી ગોરમા શણગાર ઓનલાઇન સ્પર્ધા

જૂનાગઢ શ્રી લોહાણા મહિલા મંડળ દ્વારા સ્પર્ધા યોજાઇ : મીનાબેન ચગ અને ભારતીબેન ઘીયાનું માર્ગદર્શન

જૂનાગઢ તા. ૨૫ : શ્રી લોહાણા મહિલા મંડળ દ્વારા દર મહિનાની જેમ હાલ સપ્ટેમ્બર માસમાં પણ ઓનલાઇન સ્પર્ધા યોજાયેલી.

મોવડીશ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયાની સલાહથી અને પ્રમુખ શ્રી પારૂલબેન સૂચકનાં જણાવ્યા અનુસાર, કોરોનાની મહામારી હોવા છતાં પણ મંડળ દ્વારા બહેનોને ઓનલાઇન મનોરંજક કાર્યક્રમો આપવામાં આવે છે. આ મહિને પુરુષોત્તમ માસ હોવાથી ગોરમા શણગારની સ્પર્ધા રાખવામાં આવેલી અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહ ભેર ભાગ લઈ ગોરમાને શણગારી અને વોટ્સએપમાં જ ફોટા મોકલ્યા હતા.

ગોરમા શણગારમાંર્ં પ્રથમ હીરાબેન લાખાણી, દ્વિતીય આયુષીબેન ઉનડકટ, તૃતિય ભાવનાબેન કોટેચા અને ચોથા ક્રમમાંમૃદુલાબેન કારીયાએ ખૂબ સુંદર પ્રેઝન્ટેશનઆપેલું. મંત્રી શ્રી રશ્મિબેન વિઠલાણીએગૃપમાં સુંદર ધાર્મિક ગેમ રમાડી હતી તેમયાદીમાં જણાવાયું છે.

(11:44 am IST)