Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ચડત ભરણ પોષણ પરિણિતાને નહિ ચુકવતા પોરબંદર ફેમીલી કોર્ટ દ્વારા પતિને ૧૦ માસની સજા

પોરબંદર તા. રપઃ પોરબંદરની ફેમીલી કોર્ટ દ્વારા અરજદાર શીવાનીબેન લાલજી મોતીવરસને પોતાના પતિ સાગર જેન્તીલાલ વિસાવાડીયા દ્વારા કોર્ટમાં ૧૦ (દશ) માસનું ભરણપોષણ નહીં જમાં કરાવતાં ફેમીલી કોર્ટે પુરેપુરા દશ માસની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

બનાવની વિગત એવી છે કે, લગભગ બે વર્ષ પહેલા શીવાનીબેન લાલજી મોતીવરસ અનેસાગર જેન્તીલાલ વિસાવાડીયાના લગ્ન થયેલ હતા, અને એક વર્ષ લગ્નજીવન બરાબર ચાલેલ હતું, પરંતુ ત્યારબાદ બન્ને પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતમાં ઝગડા થતાં રહેતા અને પતિ સાગર પોતાની પત્ની ઉપર શંકા કરતો હતો, તેથી શીવાનીબેન પોતાના માવતરના ઘરે ચાલ્યા ગયેલ હતા, બાદમાં શીવાનીબેનના એડવોકેટ જગદિશ માધવ મોતીવરસ દ્વારા ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેશ દાખલ કરવામાં આવેલ હતો.

આ કેશ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ અને કેશ દાખલ થયેથી હુકમ થતા સુધીનું ભરણપોષણ ભરવાનો હુકમ કરવામાં આવેલ હતો, પરંતુ સામાવાળા સાગર વિસાવાડીયા ને કોર્ટ દ્વારા નોટીસ મોકલવામાં આવેલ હતી, જે નોટીસની તારીખે પણ હાજર રહેલ નહીં અને ભરણપોષણ ભરેલ નથી તેવી ફેમીલી અરજદારના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, નામ. કોર્ટના હુકમ અન્વયે પોલીસ દ્વારા નોટીસ બજાવેલ હોવા છતાં પણ સામાવાળા કોઇ જ જવાબ ન આપતાં હોય, જેથી સજા કરતો હુકમ ફરમાવવા અરજ ગુજારેલી જે વકીલશ્રી જગદિશમાધવ મોતીવરસની દલીલને ધ્યાને લઇને કોર્ટે સાગર વિસાવાડીને પુરે-પુરા દશ માસની સજાનો હુકમ કરવામાં આવેલ હતો.

અરજદાર તરફે પોરબંદરના વકીલશ્રી જગદીશમાધવ મોતીવરસ રોકાયેલ હતા.

(11:44 am IST)