Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કેશોદ પ્લાયવુડની દુકાનના તાળા તુટ્યા

(કમલેશ જોષી દ્વારા)  વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે તાજેતરમાં જ તસ્કરોએ મકાનોને નિશાન બનાવ્યા હતા જે તસ્કરો સીસીટીવી ફૂટેજમા કેદ થયા જેની પોલીસમાં થયેલી ફરિયાદની હજુ શાહી સુકાઇ નથી ત્યાં   સ્ટેશન રોડ પર શ્રીજી આર્કેડમાં આવેલ મિલન પ્લાયવુડ દુકાનના શટરના નકુચા તોડી તસ્કરો ૩૦૦૦ રોકડની ચોરી કરી ગયા છે આ અંગે દુકાન માલિક જીતુ ભાઇ દેત્રોજાએ કે સવારે દુકાને આવતા શટરના નકુચા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતાં દુકાનમાં પ્રવેશતા પહેલા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ત્યારે દુકાનના ટેબલના ખાનામા રહેલ પરચુરણ રોકડ ચોરી કરી ગયા હતા.

(11:49 am IST)