Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમરેલી ગજેરા શૈક્ષણિક સંસ્થાની વિદ્યાર્થીઓને લંડનના પ્રિતિ રાયચુરાએ મોટીવેશનલ સ્પીચથી સંબોધ્યા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.રપ : અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ-અમરેલીમાં નિયામક શ્રી મનસુખભાઇ ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ ધો. ૧ થી પી.જી.સુધીની વિદ્યાશાખામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો અભ્યાસનો મુલ્યવાન સમય ન બગડે તથા સંપૂર્ણ સિલેબસનો સ્ટડી થઇ શકે તે માટે જુન-ર૦ર૦ થી જ ઓનલાઇન તાસની તથા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઓનલાઇન વર્ગોમાં વિદ્યાર્થીનીઓએ મોટીવેશન પુરૂ પાડવા દેશ-વિદેશથી સારા વકતાઓને આમંત્રિત કરવામાં આવે છે.જે ઓનલાઇન સેમિનાર-વેબિનારના ભાગસ્વરૂપે લંડનના ગર્વમેન્ટ વિભાગમાં સિનીયર હેલ્થ મેનેજર પ્રિતી રાયચુરાએ ગજેરા સંકુલની કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓને ઓનલાઇન મંત્રમુગ્ધ મોટીવેશન વકતવ્ય આપ્યું હતું.

મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મારા ગુજરાતમાં ૧૦,૦૦૦ (દસ હજાર) બહેનો એક જ કેમ્પસમાં અભ્યાસ કરેછે. તેજાણીને તથા વિદ્યાર્થીનીઓને મળીને મને ખુશી છે.

આ તકે સંસ્થાના નિયામક તથા ટ્રસ્ટી મનસુખભાઇ ધાનાણીએ લંડનના વકતા પ્રિતી રાયચુરાને સંસ્થાના શિક્ષણ વિભાગની ઓનલાઇન મુલાકાત લઇને ઉદ્દબોધન આપવા બદલ આભાર માન્યો હતો. ઓનલાઇન લંડનથી ઉદ્દબોધનનું સંકલન પ્રો.હરેશભાઇ બાવીશીએ કર્યું હતુ઼.

(11:49 am IST)