Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જામનગરમાં કોરોનાના વિનાશ માટે ત્રિ-દિવસીય પુરૂષોત્તમ યાગનો પ્રારંભ

જામરણજીતસિંહજી સંસ્કૃત પાઠશાળા ખાતે શાસ્ત્રી જયભાઈ દ્વારા ધાર્મિક કાર્ય શરૂ

જામનગર : સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીએ વિનાશ નોતર્યો છે ત્યારે કોરોના મહામારીના વિનાશ માટે આજથી જામનગરમાં ત્રિ-દિવસીય પુરૂષોત્તમ યાગ એટલે કે યજ્ઞનો પ્રારંભ થયો છે. શહેરની જામરણજીતસિંહજી સંસ્કૃત પાઠશાળા ખાતે શાસ્ત્રી જયભાઈ દ્વારા આ વિશેષ ધાર્મિક કાર્ય શરૂ કરાયું છે. તેઓના જણાવ્યા મુજબ દર ત્રણ વર્ષે આવતા પુરૂષોત્તમ માસ પુણ્યનું ભાથું બાંધવાનો અમૂલ્ય અવસર આપે છે ત્યારે આ વર્ષે વૈશ્ર્વિક મહામારીનો પ્રકોપ જોતા તેના વિનાશાર્થે આ આયોજન કરવામાં આવ્યું  છે.

(6:33 pm IST)
  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST

  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST

  • ૫૦૦ કરોડથી ઉપર ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે ૧લી ઓકટોબરથી ફરજીયાત જીએસટી ઇ-ઇન્વોઇસીંગ કરવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે access_time 4:05 pm IST