Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

નલિયા એરફોર્સના જવાન સાથે ૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ

ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપીને 60 -60 હજાર ઓનલાઇન ઉપાડી લીધા

નલિયા : અહીંના એરફોર્સમાં ફરજ બજાવતા મૂળ પૂનાના જવાન સાથે રૂા.૧.ર૦ લાખની ઓનલાઈન ઠગાઈ આચરાતા નલિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બેંકના નામે ચીટરોએ ફોન કરીને ઠગાઈ આચરતા નલિયા પોલીસે તપાસ આદરી છે.પ્રાપ્ત વિગતો મુજબ નલિયા પોલીસ મથકે વેન્કેટેશ કે. વિજયન નાયડુ (ઉ.વ.૩૩) (રહે. નલિયા એરફોર્સ, મૂળ રહે. પૂના-મહારાષ્ટ્ર) નામના યુવાને ત્રણ જુદા-જુદા મોબાઈલ ફોન નંબરના ધારકો સામે ગુનો નોંધાવ્યો હતો. જુદા જુદા નંબર પરથી યુવાનને ફોન કરીને સામા પક્ષેથી પોતે બેંકના અધિકારી બોલતા હોવાનું જણાવ્યું હતું. અને ફરિયાદીનું ક્રેડીટ કાર્ડ બંધ થઈ ગયું હોવાની વિગતો જણાવી તેમજ ક્રેડીટ કાર્ડની લિમીટ વધારવાની લાલચ આપીને ફરિયાદીને વિશ્વાસમાં લઈ બેંક અને કાર્ડની અંગત વિગતો મેળવી લેવાઈ હતી. બાદમાં ફરિયાદીના સિટી બેંક મુંબઈના ક્રેડીટ કાર્ડમાંથી રૂા.૬૦ હજારના બે ઓનલાઈન ટ્રાન્જેકશન કરીને કુલ ૧.ર૦ લાખ રૂપિયા ઉપાડી લેવાયા હતા. બનાવને પગલે નલિયા પોલીસ મથકે ગુનો નોંધાતા નલિયા સીપીઆઈ એચ.એસ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.
 

(5:41 pm IST)