Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ધોરાજી મામલતદારે લગ્ન પ્રસંગ બાબતે જાહેરનામું બહાર પાડ્યું

લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગો માટે ધોરાજી નગરપાલિકાની મંજૂરી લેવાની આવશે .. કે.ટી જોલાપરા મામલતદાર

ધોરાજી: હાલમાં કોરોના મહામારી ના સમયમાં ચાર મહાનગરોમાં રાત્રે કર્યું અને અન્ય પ્રસંગો ઉપર પાબંધી લાદવામાં આવી છે ત્યારે ધોરાજી મામલતદારે તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડી ધોરાજી શહેરમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગોમાં સમાજ વાડી પાર્ટી પ્લોટ તેમજ ઘરે પ્રસંગ હોય તો સરકારની ગાઈડલાઈન્સ મુજબ ધોરાજી નગરપાલિકા ની પૂર્વ મંજૂરી લેવાની ફરજ પડશે
 ધોરાજીના મામલતદાર કે ટી જોલાપરા એ પરિપત્ર બહાર પાડતા જણાવેલ કે રાજ્ય સરકાર તથા જિલ્લા કક્ષાએથી સૂચના અનુસાર પ્રાંત અધિકારી ધોરાજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગ મા થયેલ ચર્ચા અનુસાર આગામી નવેમ્બર ડિસેમ્બર માસ માં શહેર કક્ષાએ યોજાનાર ના લગ્ન પ્રસંગો કે અન્ય જાહેર પ્રસંગો દરમ્યાન covid 19 ના ફેલાતો અટકાવવા માટે લગ્ન પ્રસંગો અન્ય જાહેર પ્રસંગોના આયોજન તથા પાર્ટી પ્લોટ સમાજ વાળી કોમ્યુનિટી હોલ સંચાલકો દ્વારા સરકાર શ્રી ની સુચના ની ચુસ્તપણે અમલવારી થાય તે માટે શહેરી કક્ષાએ નગરપાલિકા કચેરી દ્વારા ચુસ્તપણે અમલ થાય તે બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે
  મામલતદાર કે.ટી જોલાપરા એ જણાવેલ કે શહેરી કક્ષાએ જે તે લગ્ન પ્રસંગો અન્ય જાહેર પ્રસંગો અને ઉજવણી ચીફ ઓફિસર ધોરાજી ની પૂર્વ પરવાનગી મેળવીને કરવામાં આવે તે પ્રમાણે અમલવારી કરવી અને તે અંગેની સૂચનાઓ પાર્ટી પ્લોટ સમાજની વાડી કોમ્યુનિટી હોલ વગેરે સંચાલકોને પણ આપવાની રહેશે
  જે કોઈ લોકો પોતાના ઘરે લગ્ન પ્રસંગ અન્ય જાહેર પ્રસંગોની ઉજવણી કરવા કરવાના હોય તેઓએ પણ ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા ની પૂર્વ મંજૂરી લેવાની રહેશે જે બાબતે ધોરાજી નગરપાલિકા સંબંધિત ધોરાજી પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે
  લગ્ન પ્રસંગો અને જાહેર પ્રસંગોની ઉજવણી ના આયોજકો તથા પાર્ટી પ્લોટ સમાજ વાડી કોમ્યુનિટી હોલ ના સંચાલક ઓ દ્વારા ભેગા કરવામાં આવતા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું વારંવાર સાબુથી હાથ ધોવા વગેરે જેવી અગત્યની સૂચનાઓ નું પાલન કરે તે પ્રમાણે અમલવારી કરવા તથા પાર્ટી પ્લોટ સમાજ વાડી કોમ્યુનિટી હોલ ના સંચાલક શ્રી ઓ પ્રસંગમાં સ્થળ ઉપર પોસ્ટર બેનર દ્વારા આવી સૂચનાઓ બધા વાંચી શકે તેએ બધા વાંચી શકે તે રીતે લગાવવાની રહેશે અને તેનો અમલ કરવાનો રહેશે
તેમજ પાર્ટી પ્લોટ સમાજ વાડી કોમ્યુનિટી હોલ ના સંચાલક શ્રી ઓ વખતોવખત પ્રસંગના સ્થળે સેનેટાઈઝર કરે તેની અમલવારી કરાવવાની રહેશે
પ્રસંગોમાં આવતા લોકો જાહેર સ્થળે ન થુંકે કે   જાહેરમાં પાન ગુટકા વગેરે સેવન કરે નહીં તેની પણ ખાસ તકેદારી વાડીના સંચાલકોએ લેવાની રહેશે
તેમજ ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો બીમાર વ્યક્તિઓ નાના બાળકો ની વગેરે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે કે લગ્ન પ્રસંગો અન્ય પ્રસંગોની ઉજવણી માં જવાનું ટાળે તે પ્રમાણે લોકોને સમજૂતી કરવાના રહેશે
આરોગ્ય સંબંધિત સેવાઓ માટે જરૂર જણાય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્રો વિગેરે નો સંપર્ક કરવાનો રહેશે
મામલતદારે વધુમાં જણાવેલ કે શહેરી કક્ષાએ જરૂરી ના હોય તેવા કારણોસર એકત્રિત ન થાય તેમજ તેમજ શહેરના કરિયાણાની દુકાન ધારકો  સસ્તા અનાજની દુકાનદારો તેમજ અન્ય કોઈપણ દુકાનદારોને ત્યાં ખરીદી માટે જતા ગ્રાહકો ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન કરે તે બાબતે દુકાનદારોને ત્યાં સેનેટાઈઝર ની વ્યવસ્થા પણ રાખવાની રહેશે અને તે પ્રમાણે સૂચનાઓ આપવાની થશે
ઉપરોક્ત બાબતે ધોરાજી શહેરમાં જાહેરનામાનો ભંગ થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે જેથી કરીને ધોરાજીના શહેરીજનોએ અગત્યની નોંધ લેવા સૂચનાઓ આપવામાં આવી હતી
લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગો માટે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવાનું રહેશે જે અંગે ધોરાજી નગરપાલિકાએ નિયમ અનુસાર ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે ફોર્મ ભરવાનું રહેશે તેમ ધોરાજી મામલતદાર કે.ટી. જોલાપરા એ યાદીમાં જણાવ્યું હતું

(9:17 pm IST)