Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

બાબરાના નાની કુંડળમાં પત્નિ સાથે વારંવાર ઝઘડાથી કંટાળીને પતિએ મોત મીઠુ કર્યું

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રપ : બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે રહેતા દિપકભાઇ રતુભાઇ વણોદિયા ઉ.વ.ર૭ને તેમના પત્ની અંજુબેન સાથે અવાર નવાર બોલાચાલી થતા પોતે કંટાળી જઇ પોતાની મેળે જેરી દવા પી જતા મોત નિપજયાનું પિતા રતુભાઇ વણોદિયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા મંગાભાઇ મઘુભાઇ જેઠવા અને ચેતન છના સોલંકી વચ્ચે આઠેક દિવસ પહેલા ઝગડો થતાં પોલીસ ફરીયાદ થયેલ જે મનદુઃખ રાખીને ચેતન છના સોલંકી, જીગ્નેશ જીણા બારૈયા, લાલજી ભુરા મકવાણા, ભાવેશ મેશ ચૌહાણ, સંજય અરજણ વાઘેલા, અલ્પેશ ભુપત ઢાપા સહિતે ગેરકાયદે મંડળી રચી તલવાર, કુહાડી અને પાઇન જેવા જીવલેણ હથીયારો વડે મંગાભાઇના માથામાં તલવાર મારી પિતા મધુભાઇને કુહાડી વડે માર મારી ફેકચર કરી ધમકી આપ્યાની ડુંગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

ખાંભા તાલુકાના ડેડાણ ગામે પટેલપરામાં રાત્રીના જુગાર રમતા શાબીર ઇસ્માઇલ નાગરીયા, અબ્દુલ ઇસા અગવાન, અબ્દુલ અલારખ સીદાસર, અફજલ મહમદ અગવાન, યુસુફ કાસમ અગવાન, ઇકબાલ કાસમ અગવાન, ઇજહાર અમીન બીલખીયા, સોયબ આદમ સીદાતર, સાગર રાવત સોઢાતર, ઉસ્માન મહમદ બોળાતરને અમરેલી એલ.સી.બી.ના પો. કોન્સ. શિવરાજભાઇ વાળાએ રોકડ રૂ. ર૪,૦૭૦, ૮-મોબાઇલ રૂ.૧૩,પ૦૦ મળી કુલ રૂ. ૩૭,પ૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

હથીયારો સાથે

સાવરકુંડલામાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા તલવાર અને છરી જેવા હથીયારો રાખતા ચંદુશા બચુશા રફાઇ, હનીફ નાસીર સૈયદ, દિલાવર દોસુ ઝાંખરા, અકબરશા નાથાશા રફાઇ, ઇમ્તીયાઝ નુરૂદીન સૈયદ, સિકન્દશા જહુરશા ફકીર, અરવિંદ ઉર્ફે જેન્તી ડાયા પરમારને પોલીસે ઝડપી પાડયા હતા અને  જાહેરનામા ભંગ બદલ હથીયારો કબ્જે કર્યા હતાં.

મોત

ધારી તાલુકાના હિમખીમડીમાં રહેતા ગણપતભાઇ શામજીભાઇ ઘોરાણીયા ઉ.વ.૩૮ કોઇ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ઝેરી દવાના ટીકડા ખાઇ જતા પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સીવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું મામા કાળુભાઇ ધોરાણીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:02 pm IST)