Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

જામનગરમાં મોટરસાયકલ ધ્યાનથી ચલાવવાનુ કહેતા બઘડાટીઃ ઢીકાપાટુનો માર માર્યો

બંને પક્ષે સામસામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: પંચ બી પોલીસ સ્ટેશનમાં દક્ષાબેન નારણભાઈ પરમારે ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના નાઘેડી ખાણ વિસ્તાર, આંબેડકર આવાસમાં આરોપી દિનેશ ઉર્ફે દિપો ચાવડા ફરીયાદી દક્ષાબેનના ઘર પાસે મોટરસાયકલ લઈ નીકળતા મોટરસાયકલ ઘ્યાનથી ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો આપવા લાગેલ આ દરમ્યાન આ બનાવની જાણ તેની મમ્મી વિજયાબેનને થતા તે પણ જેમફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગતા ઉશ્કેરાઈ જઈ ને એક જાપટ મારેલ આ દરમ્યાન તેનો આરોપી ચીરાગ ગોજીયા ત્યાં આવી જઈ ઝપાઝપી કરવા લાગેલ અને આરોપી વિજયાબેન એ ઉશ્કેરાઈ જઈ ને જાપટ મારી આ ત્રણેય આરોપીઓ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જામનગર : પંચ બી પોલીસ સ્ટેશનમાં વિજયાબેન જેન્તીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના નાઘેડી ખાણ વિસ્તાર, આંબેડકર આવાસમાં આરોપી નારણભાઈ ખીમાભાઈ પરમારની દિકરી દક્ષાબેન એ ફરીયાદી વિજયાબેનના દિકરા સાથે બોલાચાલી કરતા હોય જેથી અવાજ સાંભળી ફરીયાદી વિજયાબેન બહાર આવતા આરોપી નારણભાઈ ખમાભાઈ પરમાર, પાર્વતીબેન નારણભાઈ પરમાર પણ ત્યાં આવી જઈ ફરીયાદી વિજયાબેન સાથે ભુંડી ગાળો બોલવા લાગેલ તેમજ ઝપાઝપી કરવા લાગેલ આ ઝપાઝપી દરમ્યાન આરોપી દક્ષાબેને ફરીયાદી વિજયાબેનને ઝાપટ મારેલ ત્યારે ફરીયાદી વિજયાબેનના દિકરાના મીત્ર ચીરાગ આવી જતા આ લોકો તેની સાથે પણ ભુંડી ગાળો બોલવા લાગેલ અને ઝપાઝપી કરવા લાગેલ અને ત્રણેય જણાઓ એક સંપ કરીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા : એક ફરાર

જામનગર : સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રભાઈ હંસરાજભાઈ વૈષ્ણવ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪–૧૧–ર૦ર૦ના નાગેશ્વર કોલોની, કૃષ્ણભવન શેરીમાં રહેણાક મકાનમાં આરોપીઓ સુનિલભાઈ તુલસીભાઈ રાઠોડ, સુરેશભાઈ ગોપાલભાઈ રાઠોડ, કિશોરભાઈ ભગવાનજીભાઈ રાઠોડ, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરી વેચાણ અર્થે મકાનમાં રાખી એકબીજાને મદદગારી કરી રેઈડ દરમ્યાન બોટલ નંગ–૩પ, કિંમત રૂ.૧૪,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૂ.૧પ૦૦૦/– મળી કુલ રૂ.ર૯૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી તુષાર ઉર્ફે ટકો ભરતભાઈ બારૈયા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 pm IST)