Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ટંકારા ખીજડીયા ચોકડી નજીક સ્ટીયરીંગ જામ થતા કાર પલટી

ટંકારા - મોરબી તા. ૨૫ : ટંકારાની ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે કારનુ સ્ટેરીગ જામ થઈ જતા કાર રોડની બાજુના ખાડામા પલ્ટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર દંપતીને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે મોરબી તરફ જતી કાર ગોલાઈ ઉપર પહોચી ત્યારે સ્ટીયરીંગ જામ હોય તેવું કારચાલકને લાગ્યું હતું અને કારચાલક કાબુ કરી સકે તે પૂર્વે જ કાર પલટી મારી ગઈ હતી અને રોડથી નીચે ઉતારી ગઈ હતી જે અકસ્માતને પગલે લોકો એકત્ર હત્યા હતા અને કારમાં સવાર દંપતીને બહાર કાઢ્યું હતું સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી કારમાં સવાર દંપતીને સામાન્ય ઈજાઓ થઇ હતી.

(2:32 pm IST)