Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ફકત શિખામણ આપી સંતોષ આપવાને બદલે લોકોનાં આંસુ લૂછ્યા હતા તેથી સાવચેતીની અપીલ શિરા જેમ ગળે ઉતરે છે

૯-૯ વખત અસરકારક રીતે બોટાદ જિલ્લના લોકોને પોતાના અવાજમાં કરેલ અપીલ રંગ લાવી બોટાદ એસપી હર્ષદ મહેતા રહસ્ય ખોલે છે : ભાવનગર રેન્જ વડા અશોક કુમાર યાદવના માર્ગ દર્શન હેઠળ લોક ડાઉન દરમિયાન બજવેલી ફરજ લોકો હજુ ભૂલ્યા નથી

રાજકોટ, તા. ૨૫ :  કોરોના મહામારી સામે સરકારના અન્ય તંત્રના હાથ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચાલતા પ્રયાસોમાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વાર વધુને વધુ અસરકારક રીતે લોકોને જાગૃત કરવા માટે ૯ મી વખત કિલપ બહાર પાડી કોરોના મહામારી સામે લોકોને જાગૃતિ કરવામાં બોટાદ જિલ્લા પોલીસ પોતાના પ્રયાસોમાં કોઇ કચાસ નહિ રાખે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોરનાના પગરણ મંડાયા ત્યારથી જ ભાવનગર રેન્જ વડા અશોકુમાર યાદવના માર્ગદર્શનમાં અખી રૂપ રેખા ઘડી કાઢવામાં આવી હતી.

માત્ર શિખામણ આપવાને બદલે જિલ્લાના લોકો માટે રહેવા જમવા ચા નાસ્તો અને દવાઓની વ્યવસ્થા કરવા સાથે જીવન જરૂરી ચીજોની વિતરણ કરેલ. ઘણા સમય સુધી લોકોને જાગૃત રાખી કોરોના ના પગલાં થવા દીધા ન હતા.

 સખત જહેમત જે રીતે બોટાદ પોલીસ ઉઠાવેલ અને આખી રૂપ રેખા ત્યાર કરી તેની પુસ્તિકા વિતરણ કરેલ. જેમાં રેન્જ વડા અશોક કુમાર યાદવનો ભરપૂર સહયોગ મળેલ. લોકોએ બધી બાબતોની નોધ લય જિલ્લા પોલીસ વડા અને ટીમ દ્વારા બહાર પાડતી અપીલ લોકોને શિરા જેમ ગળે ઉતરી જાય છે.

(4:07 pm IST)