Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

આદર્શ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિશિષ્ટ રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ :બ્રિગેડિયર એસ એન તિવારીએ ખાસ હાજરી આપી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી હંમેશા કંઈક નવું અને કંઈ આગળ પડતું કરવા માટે પ્રતિબદ્ધ છે. આદર્શ સ્કૂલ માં સેલ્ફ ફાઇનાન્સ એનસીસી ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે કવાયત પણ થતી હોય છે. 72માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે આજરોજ બ્રિગેડિયર એસ એન તિવારી, ગ્રુપ કમાન્ડર , NCC રાજકોટ - આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં પધારેલા હતા અને તેમણે વિશેષ માર્ગદર્શન આપેલું હતું. 

   બ્રિગેડિયર એસ એન તિવારીએ જણાવ્યું હતું કે આદર્શ એજ્યુકેશન સોસાયટી  વિશેષ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહી છે પોતાના પરિવારની વાત કરતા જણાવેલ હતું કે તેમના પિતાશ્રી પણ ડીસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસર હતા અને લગભગ બધા જ સગાઓ, ભાઈઓ કાકાઓ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે કોઈ પ્રોફેસર છે તો કોઈ ડીન છે પરંતુ આ બધાની સાથે સાથે સમાજની સાચી પરિસ્થીતી માં બદલાવ લાવવો હોય તો સારું શિક્ષણ આપવું ફરજિયાત બને. અને આદર્શ એજ્યુકેશન સોસાયટી સ્વર્ગસ્થ મનોજભાઈ પારેખ ના વિચારોથી પ્રેરાઈને  આજે પણ સુંદર મજાનું શિક્ષણ આપી રહી છે.

 બ્રિગેડિયર  એસ એન તિવારી સાહેબે વિશેષમાં જણાવ્યું હતું કે આજના યુવાનો પાસે વધારે તાકાત છે વધારે શક્તિ છે તેમણે ચેતેશ્વર પુજારા નું ઉદાહરણ આપેલું કે કોણે વિચાર્યું હતું કે રાજકોટમાં રહેલો એક બાળક આઠ વખત ઇન્જરી થયા પછી પણ સ્વસ્થ રીતે રમશે તેમણે હિમાદાસ અને પૂર્વ ભારતના એથલીટ નું ઉદાહરણ આપેલું હતું કે કોણે વિચાર્યું હતું કે આટલા બધા ઓલમ્પિક એવોર્ડ આપી શકશે અને covid વેકેશન ની રસી વિશે પણ તેમણે ઉલ્લેખ કરેલો હતો અંતમાં બધાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને બ્રિગેડિયર તિવારીજી સાહેબે ભારતમાતા પુજન પણ કરેલું હતું.

  સંસ્થા વતી પ્રાસંગિક ઉદબોધન કાર્તિકેય પારેખે કરેલું હતું. બ્રિગેડિયર સાહેબ બે દિવસ પહેલા  રાજકોટ જામનગર નું 200 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડેલો તે દરમિયાન તેમને ફૂડ પોઇઝનિંગ થતા લોહીની ઉલટી થયેલી અને માત્ર ચોવીસ કલાક પહેલા હોસ્પિટલમાંથી રજા લીધેલી હોવા છતાં અગાઉથી કાર્યક્રમ નક્કી થયો હોય સમયને માન આપવું અને પેરા કમાન્ડો ફોર્સના કોચને છાજે તેવું વર્તન તેમનું હતું તેઓના આવવાથી સંસ્થામાં પણ વિશેષ ડિસિપ્લિન અને આનંદની અનુભૂતિ થયેલ હતી.
આ સમયે આર એસ એસ ના ચંદુભાઈ ચોવટિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના  અગ્રણી કિશોરભાઈ રાઠોડ વેપાર ઉદ્યોગ મહા મંડળ ના પ્રુમુખ લલિતભાઈ વોરા કરશનભાઇ માવાણી આદર્શ એજ્યુકેશન સોસાયટીના રમેશભાઈ શાહ પ્રકાશભાઈ શાહ નિવૃત આર્મી ગંભીરસિંહ વાળા  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

(6:36 pm IST)