Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કચ્છમાં ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપનાર ૮૦ ઉમેદવારોને નોટિસ

ઉમેદવારોને નગરપાલિકા માટે દોઢથી સવા બે લાખ અને તા. ૫ં માટે ૨ લાખ, જિ.પં. માટે ૪ લાખની મર્યાદા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૬:  ચૂંટણીપંચની ગાઇડલાઈન અનુસાર કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ખર્ચનો હિસાબ નહીં આપનાર ઉમેદવારોને જિલ્લા ચૂંટણી શાખાએ નોટિસ આપી છે.

હાલમાં ઉમેદવારોને ખર્ચની મર્યાદા આ પ્રમાણે છે. ૯ વોર્ડ ધરાવતી નગરપાલિકામાં ઉમેદવાર દોઢ લાખ રૂપિયા જયારે ૯ થી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકામાં ઉમેદવાર સવા બે લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે.

જયારે તા.પં. માટે ઉમેદવારને બે લાખ જયારે જિ.પં. માટે ૪ લાખની ખર્ચની મર્યાદા છે. હાલના તબક્કે ૮૦ જેટલા ઉમેદવારોએ હિસાબ સમયસર નહીં આપતા તેમને નોટિસ આપીને ખુલાસો પૂછી હિસાબ રજૂ કરવા જણાવાયું છે.

(10:19 am IST)