Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઉના પાસે બામણસા ચેકપોસ્ટ ઉપરથી દેશી જામગરી સાથે શખ્સ ઝડપાયો

ઉના, તા. ૨૬ :. જીલ્લાની એસ.ઓ.જી. પોલીસે બામણાસા ચેકપોસ્ટ ઉપર ચેકીંગ દરમ્યાન ગીરગઢડાવાળા મહમદવલી સુમરાને બંધુક (દેશી જામગરી) સાથે પકડી પાડયો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે જીલ્લા પોલીસવડા રાહુલભાઈ ત્રિપાઠીની સૂચનાથી એસ.ઓ.જી. ગીરસોમનાથના પી.આઈ. વસાવા, પીએસઆઈ સોનારાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એલ.ડી. મહેતા, કેતનભાઈ જાદવ, વિજયભાઈ, નરવણસિંહ, સુભાષભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ કાછોટ વિગેરે પેટ્રોલીંગમાં હતા ત્યારે બામણસા વન ચેકપોસ્ટ પાસે પસાર થતા મહમદવલી સુમરા જાતે સંધી ગામેતી રે. ગીરગઢડાવાળો જાવંત્રી ગીર જતો હતો તેને રોકી તપાસ કરતા લાયસન્સ કે પરવાના વગરની એક દેશી જામગરી બંધુક રૂ. ૧૦૦૦ની કિંમત સાથે પકડી પાડી કોઈ ગુનો કરવાનો કે શિકાર કરવાના ઈરાદાની શંકા સાથે તલાલા પોલીસને સોંપેલ હતો. પોલીસે આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(10:18 am IST)