Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં પરિણિતા સાથેના પ્રેમસંબંધના કારણે થયેલ હત્યાના કેસના આરોપીને આજીવન કેદની સજા

અન્ય ત્રણ આરોપીઓનો નિર્દોષ છૂટકારોઃ ભાવનગરની સેસન્સ કોર્ટે આપેલ ચુકાદો

ભાવનગર,તા. ૨૬: બોરતળાવ વિસ્તારમાં પરણિતા સાથે પ્રેમ સંબંધના કારણે થયેલી હત્યામાં સંડોવાયેલા એક આરોપીને આજીવન કેદની સજા કોર્ટ ફરમાવી અન્ય ત્રણ આરોપીનો નિર્દોધા છુટકારો ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા. ૧૪/૬/૨૦૧૭ ના રોજ આ કામના ફરીયાદી મુકેશભાઇ માવજીભાઇ બારૈયા (રહે. ઉમરાળા પાણી પુરવઠાવાળી શેરી, જી. ભાવનગર, મુળ ગામ ખુણ, તા. ધોલેરા, જી. અમદાવાદ). નો નાનો ભાઇ કિશનભાઇ સુરતમાં તેમના કુટુંબી ફઇના દિકરા અરવિંદભાઇ કેશુભાઇ રાઠોડના ઘરે જમવા જતો હતો જેથી અરવિંદભાઇના પત્નિ રેખાબેન સાથે તેને પ્રેમ સંબંધ થઇ ગયેલ જે બાબતની અરવિંદભાઇને ખબર પડતા ફરીયાદીના નાનાભાઇ બીપીનભાઇ ને આ અંગેની વાત કરેલી જેથી તેમણે સુરત ખાતે ઘરમેળે સમાધાન કરેલ હતું, અને તેમનો નાનોભાઇ કિશનને અરવિંદભાઇ ના ઘરે જમવા જવાનુ બંધ કરાવી દીધેલ અને આ બાબતે તેઓને વાત કરેલ હતી, જેથી તેઓએ કિશનને અરવિંદની પત્નિ રેખા સાથે નહી બોલવા સમજાવેલ આ બાબતે અરવિંદભાઇના મામા ગોવિંદભાઇ તેના દિકરા વિજયભાઇ તથા સંજયભાઇ તથા અજયભાઇ તેઓના ઘરે આવેલા અને તેમની માતાને કિશનભાઇને રેખા સાથે સંબંધ છે તે બરાબર વાત નથી કિશનને તે અંગે તમો સમજાવો નહિતર અમારે કિશનને મારવો પડશે તેમ કહી જતા રહેલ ત્યારબાદ એકાદ મહિલા પહેલા અરવિંદભાઇ તેની પત્નિ તથા બાળકો સાથે ભાવનગર શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં રહેવા આવતા રહેલ.

આ બનાવનું કારણ એવુ છે કે ફરીયાદીનો નાનો ભાઇ કિશન અરવિંદ રાઠોડની પત્નિ રેખા સાથે આડોસંબંધ હોય જે સંબંધની અરવિંદભાઇને જાણ થતા અરવિંદભાઇ સુરતથી ભાવનગર આવતા રહેલ આ બનાવની તારીખે ફરીયાદીનો નાનોભાઇ કિશન ભાવનગર આવેલ હોય જે બોરતળાવ મફતનગર ગયેલ હોય જે અંગેની અરવિંદભાઇને નણ થતા અને તેના ઘરે જ આવેલ હોય તે બાબતની દાઝ રાખી ફરીયાદીના નાનાભાઇ કિશન સાથે લડાઇ ઝઘડો કરી તિક્ષ્ણ હથીયાર તથા બોથડ પદાર્થ વડે કિશનને મારમારી ગંભીર ઇજા કરતા કિશનનું મોત નિપજયુ હતુ. આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદ મુકેશભાઇ માવજીભાઇ બારૈયાએ ગત તા. ૧૪/૬/૦૧૭ ના રોજ બોરતળાવ પોલીસ મથકમાં આ કામના આરોપીઓ (૧) અરવિંદભાઇ કેશુભાઇ રાઠોડ (૨) ભુપત લાખાભાઇ રાઠોડ (૩) મહેન્દ્ર ઉર્ફે ટકી જેન્તીભાઇ રાઠોડ (૪) જેન્તીભાઇ લાખાભાઇ રાઠોડ (રહે. તમામ બોરતળાવ મફતનગર, ખોડીયાર ચોક, ભાવનગર) નાઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ઉડ્ત આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી), જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ એન્ડ ડીસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૨૮, દસ્તાવેજી પુરાવા-૪૬ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી નં. (૧) અરવિંદ કેશુભાઇ રાઠોડ સામે ઇપીકો કલમ ૩૦૨, મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સખ્ત સજા અને રોકડા રૂ.પ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા અદાલતે ફટકારી હતી.

(11:31 am IST)