Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાવનગરમાં દિવ્યાંગ લોકો માટે માર્ગ સલામતી સેમીનાર યોજાયો

ભાવનગર : આર.ટી.ઓ. ભાવનગર, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા તથા ભાવનગર પોલીસ ટ્રાફિક શાખાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ લોકો માટે માર્ગ સલામતી જન જાગૃતિ અંગેનો સેમીનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રાર્થના હોલમાં યોજાયો હતો. દિવ્યાંગ લોકો માટે લાઈસન્સ મેળવવા અંગેના નિયમો તથા કાયદાકાનુન વિષે એ.આર.ટી.ઓ.  જે.જે.ચુડાસમા તેમજ અકસ્માતથી બચવા અંગે અજયસિંહ જાડેજાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના જનરલ સેક્રેટરી  લાભુભાઈ સોનાણીએ કર્યું હતું. આ સેમીનારમાં અતિથિવિશેષ પદે  દિલીપ યાદવ (પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી),  વૈશાલીબેન જોશી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી), જે.જે.રબારી (પી.આઈ. ભાવનગર પોલીસ ટ્રાફિક શાખા) તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં દીવ્યાંગો જોડાયા હતા.સંચાલન માનદમંત્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું જયારે અભારદર્શન સંસ્થાના આચાર્ય શ્રી નીતાબેન રૈયાએ કર્યું હતું.

(11:34 am IST)