Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દ્વારકા -ઓખા પંથકના લોહાણા તથા રાજકીય ‌ અગ્રણી મનસુખભાઈ બારાઈનુ નિધન

દ્વારકા : બારાઇ પરિવારના મોભી મનસુખભાઇ એન, બારાઇ ઓખાવાળા, તે અનુપમભાઇ ( જી,એન,બારાઇ એન્ડ કંપની ઓખા- દ્વારકા ) ના મોટાભાઈ, ભરતભાઈ ( અવધેશ એજન્સીઝ રાજકોટ )ના પિતાશ્રી,સુનિલભાઈ અને સંજયભાઈ ( બારાઇ એન્ટરપ્રાઇઝ મીઠાપુર ) ના અદા ,આલાપ મિલાપ અને રઘુના દાદા,ડો, માધવી બારાઇ ( અવધેશ ડેન્ટલ સ્ટુડિયો )ના દાદાજી સસરા તા, 25ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે

 તેઓની અંતિમ ઈચ્છા પ્રમાણે કોઈપણ જાતની ક્રિયાઓ જેમ કે બેસણું, ઉઠમણું,શોકસભા વગેરે રાખેલ નથી,

  મનસુખભાઈ   બારાઈ દ્વારકા ઓખાના લોહાણા અગ્રણી હોવા સાથે સાથે રાજકીય ક્ષેત્રે ખૂબ જ મોભાના  સ્થાન સાથે વિશ્વ હિન્દુ પરિષદના સુકાની હતા.વિશ્વ લોહાણા મહા પરિષદના તેવો સભ્ય હતા .મનસુખ ભાઈ એક સમયે ઓખાના સરપંચ પદે હતા. ઇન્ટરનેટથી ઓખા ગ્રામ પંચાયતને જોડી સમગ્ર ગુજરાતમાં તેવો નામના હાસલ કરેલ.પેટ્રોલ ડીલર્સ એસોસિએશન નું સુકાન ખૂબ સારી રીતે સાંભળેલ. આરંભડા ખાતે જલારામ મંદિર લોહાણા સમાજ માટે આવાસ યોજના બનાવી હતી.

(8:55 pm IST)
  • બાગપતમાં ધોળે દિવસે વેપારીનું અપહરણ : 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી : ઉત્તર પ્રદેશમાં મહિલાઓ ,બાળકો ,કે વેપારીઓ, કોઈ સલામત નથી : સરકાર ભાષણબાજી કરવામાંથી નવરી પડતી નથી : પ્રિયંકા ગાંધી access_time 1:48 pm IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST

  • ' ભારતની લોકશાહી ખતરામાં ' : દેશની અર્થ વ્યવસ્થા ઉપર ગંભીર સંકટ : વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ : સીબીઆઈ તથા આઈએનએ જેવી એજન્સીઓ પ્રાઈમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટરના ઈશારે કામ કરી રહી છે : વિપક્ષોને ડરાવવા અને ધમકાવવા માટે આ એજન્સીઓનો ઉપયોગ થઇ રહ્યો છે : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો મોદી સરકાર ઉપર હુમલો access_time 2:04 pm IST