Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભુજમાં રહેતો પરિવાર વતન રાજકોટ ગયો અને ઘરના તાળા તુટ્યા- ભચાઉમાં તાળા તોડી ઘરફોડ ચોરી : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ગઠીયાઓ અને તસ્કરોએ મચાવી બુમરાણ

(ભુજ) કચ્છમાં તહેવારો દરમ્યાન તસ્કરોએ રાડ બોલવી દીધી છે. ભચાઉ અને ભુજના માધાપર મધ્યે મ્ મહીલાઓના સોનાના દાગીના ધુતવી જનાર ઈરાની ગેંગ પછી હવે ભુજ ભચાઉમાં તસ્કરોએ રાડ બોલાવી છે. ભુજના મુન્દ્રા રીલોકેશન સાઇટ વિસ્તારમાં ઓધવ એવન્યુમા બનેલા ચોરીના બનાવે ચક્ચાર સર્જી છે. અહી રહેતા નરેન્દ્ર હરીલાલ ગોહેલ નવરાત્રિ દરમ્યાન માતાજીના નૈવેધ્ય માટે પોતાના વતન રાજકોટ ગયા હતા. તે દરમ્યાન તેમના મકાનના નકુચા તાળા તુટ્યા હોવાની પડોશીએ જાણ કરી હતી. તેઓ રાજકોટથી તરત જ ભુજ આવ્યા અને જોયું તો તસ્કરો દાગીના અને રોકડ સહીત ૪૪ હજારની ચોરી કરી ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભચાઉમાં બનેલા ચોરીના બનાવમાં નવાનગર નિર્મળ બંગલો વિસ્તારમાં રહેતા કરસન ધનજી કારિયા મુંબઈ ગયા હતા. દરમ્યાન તેમની પુત્રી રૂપલબેન દેસાઈ પિતાના બંધ ઘર પાસે આંટો મારવા ગયા હતા ત્યાં તેમણે ઘરના તાળા તુટેલા જોતાં પિતાને જાણ કરી હતી. મુંબઈથી ભચાઉ દોડી આવેલા કરસનભાઈએ ઘરમાં તપાસ કરતા ૧ લાખ ૬૬ હજારની રોકડ અને અન્ય સોના ચાંદીના દાગીના મળીને કુલ ૩ લાખ ૮૦ હજારની ચોરીની ફરીયાદ લખાવી છે. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 am IST)