Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા માતાજીનું પૂજન

 વાંકાનેર : નવરાત્રીની અષ્ટમીના પાવન પર્વના રોજ વાંકાનેરના મૂળસ્થાન જૂના દરબારગઢમાં શકિતમાતાજીના પૌરાણિક મંદિરે આદ્યસ્થાપક એવા સરતાનજીદાદાના ૧૬મીપેઢી અને માં શકિત અને હરપાળદેવદાદાની ૪૨મી પેઢીના સીધા વારસદાર રાજપરિવારના નામદાર યુવરાજ કેસરીદેવસિંહજી તથા નામદાર યુવરાણીસાહેબા યોગિનીકુમારીબાના યજમાનપદે સંતોમહંતો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં આઝાદી બાદ આ જગ્યાએ પ્રથમ વખત યજ્ઞનું આયોજન કરેલ અને આ પાવન પ્રસંગે નામદાર યુવરાજ કેસરીદેવસિંહજી અને નામદાર યુવરાણી યોગિનીકુમારી દ્વારા વાંકાનેર વિસ્તારના સમગ્ર લોકોમાં હંમેશા સુખ શાંતિ સમૃધ્ધિ અને લોકોનુ આરોગ્ય સુખમય રહે તેવી પ્રાર્થના માં શકિત માતાજી સમક્ષ કરેલ હતી. યજ્ઞ યોજાયો તે તસ્વીર.(તસ્વીર : નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(11:23 am IST)