Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુત્રાપાડાના નવાગામ દતાત્રેય ગીરનાર આશ્રમનું સંચાલન કોળી સમાજના અગ્રણી અશોકભાઇને સોંપાયું

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૨૬ : સુત્રાપાડા તાલુકાના નવાગામ ગામે ગુરૂદત જાગૃત સંઘ ટ્રસ્ટ સંચાલીત દતાત્રેય ગિરનારી આશ્રમ અને માં અનસુયા ગૌ શાળામાં માનવસેવા અને મુંગા પશુઓની સેવાની પ્રવૃતિ સાથે આશ્રમનું સંચાલન થાય છે.

આ આશ્રમનું સંચાલન મહંત રમેશગીરીબાપુ કરતા હતા પરંતુ તેમની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે આ આશ્રમનો કારભાર નવાગામના અને સુત્રાપાડા અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ ગટુરભાઇ બામણીયા તેમજ અખિલ ભારતીય કોળી સમાજના જીલ્લા મહામંત્રી અશોકભાઇ બામણીયાને વિધિ સાથે આશ્રમનો કારભાર સોપવામાં આવેલ છે અને રમેશબાપુ માત્ર સલાહકાર તરીકે કામગીરી કરશે.

આશ્રમની કામગીરીમાં માનવસેવા અને મુંગા પશુઓની સેવા, અંધશ્રધ્ધાથી થતી પશુ બલીને રોકવી અને લોકોને જાગૃત કરવા, વ્યસનમુકત ચલાવી અને લોકોને વ્યસનમુકિત માટે સમજુતી આપવી, જાતિવાદ દૂર કરી ગામમાં અને સમાજમાં એકતા માટેના પ્રયત્નો કરવા, ગૌવંશની રક્ષા તેમજ ગાયો માટે ઘાસ-ચારાની વ્યવસ્થા કરવી, બ્લડ ડોનેશન કેમ્પ અને હાડકા અને અન્ય રોગો માટે કેમ્પો રાખવામાં આવે છે.

રમેશબાપુની સેવાકીય પ્રવૃતિને લીધે તેમને પુરસ્કારથી સન્માનીત કરવામાં આવેલ છે જેમાં ૧૯૮૨માં મુંબઇ દેવનાર કતલખાનાને ૫૪ ઉપવાસ કરેલ જેને વિનોબા ભાવેએ પારણા કરાવેલ. પ્રખર કથાકાર મોરારીબાપુએ સન્માન કરેલ. પ્રમુખ સ્વામીજીએ સન્માન કરેલ. જાગૃત નાગરીક તરીકે અનેક સન્માન કરેલ. ગોરખમઢી ગામે આવેલ ગોરખનાથની જગ્યામાં દતાત્રેય જન્મજયંતી નિમિતે દર વર્ષે ઉજવાતી તેમા એક વર્ષે પાંચ ગામ, બીજા વર્ષે નવ અને ત્રીજા વર્ષે ૧૨ ગામને સમુહભોજન કરાવેલ તેમજ રામાપીરનો મંડપ પણ કરેલો. આમ રમેશગીરીબાપુએ તેમના જીવનકાળ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓ કરેલ અને હવે તેઓ આશ્રમની જવાબદારી ગામના આગેવાનોને સોંપે છે.

(11:25 am IST)