Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કે.વી.ઓ.જૈન મહાજન ભુજ દ્વારા કોરોન્ટાઇન પરિવારો માટે વિનામુલ્યે ટિફીન સેવા માટે રૂ.૧લાખથી વધુનુ દાન પ્રાપ્ત

ભુજ : કે.વી.ઓ. જૈન મહાજન ભૂજ દ્વારા છેલ્લા ૭ મહિનાથી કોરોના સામેની લડાઇમાં સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દાતાશ્રીઓના સહકારથી કરવામાં આવી રહ્યા છે. અત્યારે કોરોના મહાબિમારીમાં કયાંક આખો પરિવાર કોરોનાગ્રસ્ત થઇ જાય છે તો કયાંક ઘરની સ્ત્રીઓ કોરોનાગ્રસ્ત થઇ જાય છે ત્યારે તેમને જમવા માટે ખૂબ જ મુશ્કેલી ઉભી થયા હોવાનુ જાણવા મળતા વિનામુલ્યે ટીફીન પહોચાડવાનુ શરૂ કરાયુ છે. અત્યાર સુભી ભુજ શહેરમાંથી ૬૦૦ થી વધુ લોકોએ લાભ લીધો છે.

આ સેવા માટે સંસ્થાને વધુને વધુ દાન મળે તે માટે તારાચંદભાઇ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપીલ કરતા કચ્છના મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામના વતની અને હાલ મુંબઇ મધ્યેરહેતા પોપટલાલભાઇ તેજશીભાઇ ગાલા પરિવાર દ્વારા રૂ.રપ હજાર, શ્રીમતી ચંદ્રીકાબેન યુ.ધીરવાણી તરફથી રૂ.૧૦ હજાર, બિપીનભાઇ ચંદેની સુપુત્રીના જન્મદિન નિમિતે તેમના પરિવાર દ્વારા રૂ.૧૧ હજાર, શ્રીમતી વંદનાબેન ઝમીરભાઇ પરમાર દ્વારા રૂ.રપ૦૦, તુલસીદાસભાઇ ચત્રભુજ સેજપાલ આસર દ્વારા ૧૧૦૦, પ્રિતીબેન વિનોદભાઇ ઠકકર દ્વારા રૂ.૧૦૦૦, માતૃશ્રી ઉર્મિલાબેન મોહનભાઇ પાસડ દ્વારા ૧૦૦૦ અને અગાઉના રૂ. ૫૧ મળી અત્યાર સુધી કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છીજનો તરફથી કુલ રૂ.૧ લાખથી વધુ રકમ જેટલુ દાન સંસ્થાને વિનામુલ્યે ટીફીન સેવા માટે પ્રાપ્ત થયુ છે.

ટીફીન મેળવવા માંગતા કોરોનાગ્રસ્ત કોરોન્ટાઇન થયેલ પરિવારે સવારે ૧૦ વાગ્યા સુધી અને આ સેવામાં દાન આપવા માંગતા દાતાશ્રીઓએ સંસ્થાનો રૂરૂ સંપર્ક અથવા સંસ્થાના મો. ૯૭૨૬૨ ૫૫૩૧૮ અથવા (૦૨૮૩૨) ૨૫૫૩૧૮નો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી નરેશભાઇ શાહે જણાવ્યું છે.

(11:26 am IST)