Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખીમંડળની ઓનલાઇન ગરબા સ્પર્ધાનું સમાપન

ભાવનગર તા.૨૬ : ઓનલાઈન સ્પર્ધાના  પ્રથમ કારેલીયા અક્ષિકા, દ્વિતિય સથવારા લીલા અને તૃતીય કુરેશી અફસાના વિજેતાને અનુક્રમે રૂ.૧૫૦૦/-, રૂ.૧૨૦૦/- અને ૧૦૦૦/- ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત બે નેત્રહીન બહેનો કાતરિયા મિતલ અને કતપરા મંજુલાબેનને અનુક્રમે રૂ.૫૦૦ ના વિશેષ પુરસ્કાર આપવામાં આવશે. નંબરથી વંચિત રહેલ ભાગલેનાર તમામ ૨૪ નેત્રહીન બહેનોને સંસ્થા તરફથી રૂ.૨૦૦/- ખાસ નવરાત્રીની લ્હાણી પેટે આપવામાં આવશે. જયારે નિર્ણાયક શ્રી પ્રતિભાબહેન પટેલ તરફથી રૂ.૫૦/- અને અતિથિવિશેષ પદે મુંબઈથી ઓનલાઈન જોડાયેલા શ્રી સરોજબહેન શાહ તરફથી રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૩૫૦/- ભાગલેનાર દરેક સ્પર્ધકને આપવામાં આવશે.ઓનલાઈન કાર્યક્રમમાં સ્વાગત સખીમંડળના મંત્રી  કીર્તિદાબહેન ભટ્ટે કર્યું હતુ. જયારે મંડળની પ્રવત્ત્િ।ઓનો પરિચય અને ઓનલાઈન ગરબા સ્પર્ધાનો અહેવાલ સૌરાષ્ટ્ર સખી મંડળના અધ્યક્ષ  નીલાબહેન સોનાણીએ આપ્યો હતો. નિર્ણાયકનો પરિચય અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના મંત્રી  હસમુખભાઈ ધોરડાએ આપ્યો હતો. નિર્ણાયક  પ્રતિભાબહેન પટેલ તેમજ કલ્પનાબહેન જોષીએ સ્પર્ધકોની ખામી અને ખૂબીઓ વિશે છણાવટ કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ  લાભુભાઈ સોનાણીએ પ્રેરક પંકિત ભાષાનો ભરી ભરોટું શબ્દ સજાવવા આવ્યો છું, લાગણીનું ખેતર પાવા નીર સંવેદનાનું લાવ્યો છુંઙ્ખ ટાંકી જણાવ્યું હતું કે અખિલ ગુજરાત નેત્રહીન જાગત ટ્રસ્ટ અંધજનોમાં પડેલી શકિતઓને સમાજ સમક્ષ મુકવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે. ગરબા સ્પર્ધાનું આયોજન સૌરાષ્ટ્રભરની પ્રજ્ઞાચક્ષુ મહિલાઓમાં પડેલી પ્રતિભાની ખોજ કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમની ઉદ્દ્યોષણા ક્રિશા ધોરડાએ કરી હતી. જયારે આભારદર્શન મંડળના ઉપાધ્યક્ષ દિનાબહેન ઠારે કરી હતી. ડિજીટલ સપોર્ટ જિજ્ઞા બધેકા અને હર્ષ ધ્રાંગધરિયાએ કર્યો હતો.

(11:32 am IST)