Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

નાના મહિકા ગામે બે પરિવારજનો વચ્ચે ઝઘડો સર્જાયો

ગોંડલ,તા. ૨૬: નાના મહિકા ગામે રહેતા અને વકીલાતનું કામ કરતા ગિરધરભાઈ મનજીભાઈ ઝાલા ઉંમર વર્ષ ૫૦ તેમજ આશા વર્કર તરીકે કામ કરતા ભાનુબેન કિશોરભાઈ મકવાણા ઉંમર વર્ષ ૪૪ બંને ના પરિવાર વચ્ચે કૌટુંબિક યુવક યુવતીના પ્રેમ લગ્ન બાબતે ઝદ્યડો સર્જાતા મારામારી સર્જાઈ હતી જેમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કિશોર ભાઈ રવજી ભાઈ મકવાણા, ગોરધન ભાઈ રવજી ભાઈ મકવાણા, ગીતાબેન પ્રવીણભાઈ મકવાણા, ભાવનાબેન કિશોરભાઈ મકવાણા, મુકેશભાઈ, રસિકભાઈ ભુરાભાઈ, દિનેશભાઈ પોલાભાઈ, કિંજલબેન ગિરધરભાઈ ઝાલા, ગિરધરભાઈ મનજીભાઈ ઝાલા, પ્રભાબેન ગિરધરભાઈ ઝાલા તેમજ તુષારભાઈ ગિરધરભાઈ ઝાલા વિરુદ્ઘ આઇપીસી કલમ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૨ ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:36 am IST)