Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મોટી મારડના બે શખ્સોને ચેક રીટર્ન કરાવવાની ધમકી આપતા વ્યાજે નાણાં આપનાર સામે રાવ

ધોરાજી, તા.૨૬: મોટી મારડમાં રહેતા યુવાનોને રૂ.પ૦-પ૦ હજાર વ્યાજે આપી ૧૦ ટકા લેખે ઉંચી રકમ વસુલી કરતા તેમજ કોરા ચેક લઇ તેમાં રૂ. ર લાખ સુધીની રકમ લખી બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી યુવાનને નોટીસ આપી નેગોશ્યેબલ એકટ મુજબ ફરીયાદ કરવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે.

મોટી મારડની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ રમેશભાઇ નામના યુવાને આરોપી નવનીત પ્રહલાદભાઇ સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે ટેમ્પો લેવા માટે પૈસાની જરૂર હોય જેથી આરોપી નવનીત પાસે પૈસા વ્યાજે લેવા સંપર્ક કરતા આરોપીઓ અશોકભાઇ પાસેથી એસબીઆઇ બેન્કના કુલ બે ચેક મેળવી લાયસન્સ વગર રૂ.પ૦ હજાર અશોકભાઇને ૧૦ ટકા લેખે ઉંચા વ્યાજે આપી ૧૦ ટકા લેખે વ્યાજ વસુલ કરી અને ત્યારબાદ અશોકભાઇને પાંચ માસ પહેલા ટેમ્પાનું એન્જીન ચોંટી જતા રૂ. પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લઇ અને આરોપીએ ફરી બે એસબીઆઇ બેંકના ફરીયાદના નામના કોરા ચેક લઇ અને ફરીયાદીનો સોનાનો ચેઇન તથા ત્રણ સોનાની વીટી ગીરવે લઇ આરોપીએ અશોકભાઇ પાસેથી બળજબરીથી રૂ. ર લાખ કરતા વધારે વ્યાજ વસુલી લઇ અને સમયસર વ્યાજના પૈસા ચુકવી ન શકે તો અશોકભાઇએ આપેલો કોરો ચેક રૂ. ર લાખની રકમ લખી બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી અશોકભાઇને નોટીસ આપવી અને નેગોશીયેબલ એકટ મુજબ ફરીયાદ કરવાની ધમકી આપીને સોનાના દાગીના બે તોલાના ગીરવે લઇ લીધા હતા.

તેમજ બીજી ફરીયાદમાં મોટીમારડનાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કેતનભાઇ ભુપતભાઇ કોળી(ઉ.વ.ર૪) નામના યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે કેતનભાઇના લગ્ન હોય જેથી પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી નવનીતે સહી કરેલા છ કોરા ચેક લીધા હતા અને બે સોનાની બુટ્ટી ગીરવે રાખી લાયસન્સ વગર રૂ. પ૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના રૂ. ર લાખ આપી દીધા છતાં વ્યાજની વસુલી કરવા રૂ. ર.પ૦ લાખનો ચેક બેંકમાં નાખી રીર્ટન કરવી ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

આ અંગે પાટણવાવ પોલીસે આરોપી નવનીત પ્રહલાદ સામે બે ફરીયાદો નોંધી વધૂ તપાસ પીએસઆઇ રાણાએ હાથ ધરી છે.

(11:37 am IST)