Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સીદસર ઉમિયાધામે ખાદી ગ્રામ ઉદ્યોગનું ઉદ્ઘાટન

ઉબડ ખાબડ ડાઇવર્ઝન મામલે રજુઆત કરતા આગેવાનો

મોટી પાનેલી ,તા. ૨૬: પ્રસિદ્ઘ યાત્રાધામ સીદસર ઉમિયાધામ મંદિર ખાતે વિજયા દશમીના પવિત્ર દિવસે ખાદી ગ્રામ ઉદ્યોગ પોરબંદર મત વિસ્તારના સાંસદ  રમેશભાઈ ધડુક તેમજ જામજોધપુરના પૂર્વ પ્રધાન  ચીમનભાઈ સાપરીયા ના હસ્તે ખુલ્લું મુકવામાં આવેલ હતું આ તકે ખાદીગ્રામ ઉદ્યોગ માં તમામ દેશી અને હાથબનાવટ ની વસ્તુઓનો વ્યાપ અને વહેંચાણ વધે જેથી કરીને સ્વદેશી વસ્તુ અને નાના કારીગરો કે મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તેવી ભાવના સાંસદશ્રી એ વ્યકત કરી હતી આ તકે સાંસદ એમાં ઉમિયાના દર્શન કરી જામજોધપુર તેમજ પાનેલી ગામના આગેવાનો સાથે બેઠક કરેલ જેમાં પૂર્વ પ્રધાન ચીમનભાઈ દ્વારા સાંસદનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ સાથે રાજકોટ જિલ્લા માલધારી શેલના ઉપ પ્રમુખ વિજયભાઈ ગમારા કિશાન મોરચાના મહામંત્રી મહેન્દ્રભાઈ ભાલોડીયા પીન્ટુભાઇ વાળા, ચિરાગ ફળદુ, દિવ્યેશ વ્યાસ, સહદેવસિંહ વાળા તેમજ જામજોધપુર તાલુકાના આગેવાનો એ વેણુ નદી પરના પુલને લઈને જે ડાઈવર્ઝન કાઢેલ છે જે અત્યંત ઉબડ ખાબડ અને ઠેકઠેકાણે મસમોટા ખાડા વાળો રસ્તો હોય લોકો મહા મુસીબતે એક કિલોમીટરનો રસ્તો કાપી શકે છે તે અંગે રજુઆત કરતા સાંસદ શ્રી એ તાત્કાલિક વિભાગના ઈજનેર સાથે વાત કરીને રસ્તો રીપેર કરવા તાકીદ કરેલ હતી.

(11:43 am IST)