Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કચ્છમાં કોરોનાના કેસોનો રિકવરી રેટ વધ્યો- સાજા થનાર દર્દીઓ વધ્યા, એકિટવ કેસ ઘટ્યા

  ભુજ,તા.૨૬ : અનલોકની છુટછાટો બાદ કચ્છમાં કોરોનાનો વધતો જતો ગ્રાફ હવે અંકુશમાં આવી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી કોરોનાના કેસો દ્યટી રહ્યા છે. આંકડાકીય રીતે વાત કરીએ તો નવા ૧૬ કેસ સાથે કુલ દર્દીઓ  ૨૬૭૬ થયા છે. સાજા થનાર દર્દીઓ ૨૨૯૯ છે. એકિટવ કેસ ઘટીને ૨૫૭ થયા છે. મૃત્યુ આંક પણ અંકુશમાં છે. જોકે, સરકારી ચોપડે ૭૦ મોત દર્શાવાયા છે. પણ બિનસતાવાર મોત ૧૨૦ હોવાની આશંકા છે. હવે, ટકાવારીની રીતે જોઈએ તો, સક્રીય કેસ ૪૦૦ માથી ઘટીને ૨૫૦ની નજીક આવી ગયા છે.  કોરોનાના કેસની ટકાવારી ઘટીને ૯ ટકા થઈ ગઈ છે. રિકવરી રેટ વધીને ૮૬ ટકા થઈ ગયો છે.

(11:44 am IST)