Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દશેરા સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રીનું સમાપન

મિઠાઇ આરોગવાની લોકોએ મજા માણી : શસ્ત્રપૂજન : કોરોના મહામારીના નાશ માટે પ્રાર્થના

પ્રથમ તસ્વીરમાં ભાવનગર અને બીજી તસ્વીરમાં ગોંડલમાં શસ્ત્રપૂજન તથા ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં ગાંઠીયા-જલેબીની દુકાન નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર) ભાવેશ ભોજાણી (ગોંડલ), ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

રાજકોટ, તા., ૨૬: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે દશેરા-વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે નવલા નોરતાનું સમાપન થયું છે.

નોરતાના સમાપન સમયે ભાવીકો દ્વારા માતાજી સમક્ષ કોરોનાથી મુકિત મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ કોરોનાની મહામારીમાં મંદીના માહોલમાં દસેરા નિમિતે ધોરાજી ખાતે ગાઠીયાની દુકાનો ગાઠીયાની રેકડીઓમાં ગરમાગરમ ગાઠીયા લેવા લોકો ઉમટી પડેલ હતા અને આમ તો ધોરાજીના ગરમાગરમ ગાઠીયા આવા લોકો દુર દુરથી આવતા હોય  અને હવે ધોરાજીમાં લાંબા (ફાફડા) ગાઠીયાનું મશીન પણ આવી ગયેલ છે. જેથી લોકોને તાત્કાલીક ગરમા ગરમ લાંબા ગાઠીયા ઝડપથી મળી રહે તેવા હેતુથી વિરાભાઇ સુખડીયાએ ગાઠીયાનું મશીન બનાવેલ છે અને ધોરાજી વિસ્તારમાં લોકો દશેરા નિમિતે મીઠાઇ ગાઠીયા જબેલી લેવા ઉમટી પડેલ હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) : ભાવનગર માં વિજયા દશમીના પર્વે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્ત્।ે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું , જેમાં રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા . દેશભરમાં વિજયાદશમીના તહેવાર ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે , આસુરી શકિત પર દૈવી શકિતના વિજય દિવસને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે , આ દિવસે ક્ષત્રિયો પોતાની પાસે રહેલા આયુધો એટલે કે શસ્ત્રોનું પૂજન કરતા હોય છે ત્યારે ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા રાજપુત બોડીગ ખાતે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો એ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું , શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહે દશેરા નિમિત્ત્।ે શુભકામના પાઠવી હતી . આ વર્ષે કોરોના મહામારીને લઈને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ખૂબ મર્યાદિત રીતે કરવામાં આવ્યો હતો.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :  શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમીના દિવસે શુકન પૂરતા શસ્ત્ર પૂજનની વિધિ સાદગી પૂર્વક કરવામાં આવી.જેમાં ધારાસભ્યના પ્રતિનિધિ જયોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા ખાસ હાજર રહેલા સાથે રાજપૂત સમાજની સંસ્થાના હોદેદારો તથા કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા.

(11:48 am IST)