Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંમાં મગફળીના એક મણના ૯૦૦ થી ૧૩૦૦ રૂપિયા ભાવ બોલાયા : પોણા બે લાખ ગુણી ગઈકાલથી આજ સુધીમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ઠલવાય

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયા બાદ ખેડૂતોએ તેના સારા ભાવ મેળવવા કતારો લગાવી

ગોંડલ::: સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયા બાદ ખેડૂતોએ તેના સારા ભાવ મેળવવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માં ૯૦૦ થી ૧૩૦૦ રૂપિયા ભાવ બોલાયા હતા પોણા બે લાખ ગુણી ગઈકાલથી આજ સુધીમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઠલવાય હતી ગોંડલ યાડૅ ભરાઈ જતાં બાજુ ની જમીન ભાડે રાખી અને મગફળીની ગુણી ત્યાં પણ ભરચક ગણાવા લાગી હતી. તેમ યાર્ડના ચેરમેનગોપાલભાઈ શિંગાળાએ જણાવ્યું હતું.સૌરાષ્ટ્રના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ફરી રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે.માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થતા એક જ દિવસમાં મગફળીની ૧.૭૫,૦૦૦ગુણી કરતા વધુ આવક થવા પામી હતી.છેલ્લા ઘણા સમયથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકોમાં વધારો જોવા મળી રહ્યો છે. વારંવાર યાર્ડમાં  મગફળીની પોણા બે લાખ ગુણી કરતા વધુ મગફળીની આવકો જોવા મળતી હતી.પરંતુ ગઈકાલના રોજ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરતાં માર્કેટ યાર્ડ બહાર ૫ કિલોમીટર કરતા વધું મગફળી ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી.આ સાથે જ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક મગફળી આવક સાથે માર્કેટ યાર્ડ મગફળીથી ભરચક થતા યાર્ડ સતાધીશોને માર્કેટ બહારના ગ્રાઉન્ડમાં મગફળીનો જથ્થો ઠાલવવાની ફરજ પડી હતી. તો બીજી તરફ માર્કેટ  યાર્ડમાં મગફળીની હરાજીમા મગફળીના ૨૦ કિલોના જાડી મગફળીના ભાવ રૂપિયા ૭૨૦/- થી લઈને ૧૦૬૬/- અને જીણી મગફળીના રૂપિયા ૭૪૦/-થી૧૩૦૦ સુધીના બોલાયા હતા.

આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે.ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૦૫૫/- નક્કી કર્યા છે.હાલમાં માર્કેટ યાર્ડોમાં વધતી જતી મગફળીની આવકો સાથે મગફળીની સુધરતી બજાર વચ્ચે ટેકાના ભાવની સરખામણીએ પહોંચી જવાની સાથે ગોંડલ માર્કેટ યાર્ડ વારંવાર મગફળીથી ઉભરાતું જોવા મળી રહ્યું છે.

(11:53 am IST)