Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કાગદડીના દિક્ષીત ત્રિવેદી પર મોરબી રોડ પર અમિત, ભાવેશ, ભરતનો પટ્ટાથી હુમલો

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ પર કાગદડીના પાટીયા પાસે રહેતાં દિક્ષીત કમલેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૪) પર રાત્રે નવેક વાગ્યે રાજકોટના મોરબી રોડ પર જકાત નાકા નજીક અમિત, ભાવેશ અને ભરતે હુમલો કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી તેમજ કમરપટ્ટાથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં હેડકોન્સ. અશ્વિનભાઇ નિવેદન નોંધવા આવ્યા હતાં. જો કે દિક્ષીતે ઘરમેળે સમાધાન થઇ ગયાનું કહી ફરિયાદ નોંધાવી નહોતી. અગાઉના મૈત્રી કરાર મામલે ચાલતાં મનદુઃખમાં આ મારામારી થઇ હતી. દિક્ષીતે રાતે જ હોસ્પિટલમાંંથી રજા લઇ લીધી હતી.

શિલ્પાબેન અને રીટાબેનને પતિએ મારકુટ કરી

મવડી રોડ ઉદયનગર-૧માં રહેતી શિલ્પાબેન ડેનીશ વરમોરા (ઉ.૪૨)ને તેના પતિ ડેનીશે ઢીકા-પાટુનો માર મારતાં અને મોરબી રોડ શિવાજી પાર્કમાં રહેતી રીટાબેન જગદીશ નાંઢા (ઉ.વ.૩૪)ને તેના પતિ જગદીશે ગડદાપાટુ મારતાં બંને સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગર અને બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી

(11:57 am IST)