Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જેતપુરના ૩૦.૪૦ લાખની લૂંટ પ્રકરણમાં તમામ આરોપીઓ રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.ર૬ : શહેરમાં સોની વેપારી ચીમનભાઇ વેકરીયા (રહે. ધોરાજી) સોનાના દાગીના વ્હેચવા આવેલ. દરમ્યાન સોની બજારમાંથી મતવા શેરી વિસતારમાં જતી વખતે રમાકાન્ંતરોડ પરથી પસાર થતાં બે શખ્સોએ આંખમાં મરચું છાંટી તેની પાસે સોનાના દાગીના ભરેલ થેલો લૂંટી નાસી ગયેલ. તેને પકડી પાડવા એસ.પી. બલરામ મીણા, ડીવાયએસપી સાગર એલસીબી ,એસઓજી સહિતની ટીમે ગણતરીની કલાકોમા જ શોધી પકડી પાડી શહેર પોલીસ હવાલે કરેલ.

આરોપીઓ પાસેથી મુદામાલ તમામ કબ્જે કરી તેઓના કોવિડ ટેસ્ટ કરાવેલ જે નેગેટીવ આવતા તમામની ધરપકડ કરેલ. તપાસનીશ અધિકારી સીટી પી.આઇ. જે.બી. કરમુરે જણાવેલ કે આરોપીઓને આજે કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવશે જેથી લુંટમાં સંડોવાયેલ સાકીર મુસા પરેડા, તેનો ભાઇ તુફેલ, બનેવી અકબર રીંગડીયા, અમીર હનીફ કુરેશીને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરી જે કોઇ તેને ગુન્હાહીત ઇતિહાસ હશે તો તે અંગે માહિતી મેળવવામાં આવશે.

પોલીસે સર્તકતા દાખવી લુંટના આરોપીને પકડી પાડતાલોકોમાં તેની સરાહના થઇ રહી છે.

(12:49 pm IST)