Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગણત્રીની કલાકોમાં જ ખેડુતોના જીરા વેચાણની રકમ રૂ.૪ લાખ કબ્જે કરી એક શખ્સને ઝડપતી જામનગર પોલીસ

જામનગર તા.ર૬ : જીલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન  મુજબ પંચકોષી એ ડીવી પો.સ્ટે.ના પો.સ.ઇ. ડી.પી. ચુડાસમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ એ. જાડેજા તથા વિરેન્દ્રસિંહ પી. જાડેજા પો. સ્ટે. વિસતારમાં મિલ્કત સબંધી અનડીકટે મુજબના ગુન્હાની તપાસમાં હતા. તે દરમિયાન હૃુમન સોર્સ તથા સાહેદો મારફતે આ કામેની ચોરીમાં બોલેરો ચાલક હેમંતભાઇ શકદાર હોવા અંગે હકિકત મળતા મજકુર બોલેરો ચાલક હેમંતભાઇ દેવરાજભાઇ નકુમ, જાતે સતવારા ઉ.વ.૩પ, ધંધો ડ્રાઇવીંગ રહે. જુવાનપુર ગામ (હરીયાવળ) કન્યા શાળાની બાજુમાં તા. કલ્યાણપુર વાળાને યુકિત-પ્રયુકિતથી ઇટ્રોગેટ કરતા પુછપરછ દરમિયાન મજકુરે ચોરી કરેલની કબુલાત આપી જણાવેલ કે પોતાને પૈસાની જરૂરત હોય જેથી કનૈયા હોટલે જમવા ગયેલ ત્યારે પોતે ફરીયાદી સાહેદો સાથે જમવા બેસેલ નહી અને પોતે કુદરતી હાજતે જવાનું બહાનુ કરી બોલેરો ગાડીએ જઇ પોતાના ઉપર શંકા ન જાય તે માટે પથ્થરથી ગાડીના દરવાજાનો કાચ  તોડી દરવાજો ખોલી રૂપીયા ભરેલ થેલી ત્યાં બાવળની ઝાડીઓમાં છુપાવી દીધેલ હતી અને મજકુર સાથે ચાલી જે જગ્યાએ રૂપીયા ભરેલ થેલી છુપાવેલ તે જગ્યાએ બતાવી થેલી શોધી આપવા તૈયાર થતાં પંચો રૂબરૂ ડીસ્કવરી કરતા મજકુરે જામનગર બાયપાસ રોડ પર આવેલ સમરસ હોસ્ટલ પાસે રોડ કાંઠે આવેલ બાવળની ઝાડીમાંથી ચોરીમાં ગયેલ રૂપિયા ભરેલ થેલી કાઢી આપતા રોકડ રૂ.૩,૮૩,૯૩૦ તથા જીરા વેચાણના બીલ તથા એક ચાદર ભરેલ થેલી સહિત ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કરી ગણતરીની કલાકોમાં અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેકટ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. આ કાર્યવાહી પંચકોષી એ ડીવી પો.સ્ટે.ના ના. પો. સબ ઇન્સ. ડી.પી. ચુડાસમા તથા સ્ટાફના પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા તથા વીરેન્દ્રસિંહ જાડેજા તથા મગનભાઇ ચંદ્રપાલ તથા જીજ્ઞેશભાઇ વાળા તથા પો. કોન્સ. સંદિપભાઇ જરૂ વિગેરે નાઓએ કરેલ છે.

(12:54 pm IST)