Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

પોરબંદરને સૌ પ્રથમ મહિલા હોસ્પિટલની ભેટ આપનાર મહારાણી રૂપાળીબાની આજે ૭૭મી પુણ્યતિથિ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૬ : ઇસવીસ પ્રમાણે આજે મહારાણી રૂપાળીબાની ૭૭મી પુણ્યતિથિ છે.. મહારાણી રૂપાળીબાએ પોરબંદરને સૌ પ્રથમ ૧૯૩૬માં મહિલા હોસ્પિટલની ભેટ આપી હતી જે આજે મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ તરીકે ઓળખાય છે. તેઓએ કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન આપીને શહેરમાં બાલુબા કન્યા શાળા શરૂ કરાવી હતી.

મહારાણી રૂપાળીબાનું નિધન તા. ર૬-૧૦-૧૯૪૩માં થયેલ હતું. તે સમયે ધનતેરસ હતી. મહારાણીના નિધનને લીધે પોરબંદર રાજવી પરિવાર તથા મહારાણીના પીયરના ગામ લીંબડીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી નહોતી. મહારાણી રૂપાળીબાએ શહેરમાં મહિલા આરોગ્યની ચિંતા કરીને સૌ પ્રથમ મહિલા હોસ્પિટલ શરૂ કરાવી હતી. કલાપ્રેમી મહારાણી રૂપાળીબા ઇન્ટરીઅર ડીઝાઇનર હતાં અને બ્રિટીશ સરકારે મેમ્બર ઓફ ધી ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ એનાયત કર્યો હતો.  મહારાણા નટવરસિંહજીના તા. પ-ર-૧૯ર૦ના રોજ રાજયભિષેક બાદ તેઓ વિલાયતના પ્રવાસે મહારાણા સાથે ગયેલ હતાં ત્યાંથી પરત આવ્યા બાદ મહિલા હોસ્પિટલને પોરબંદરને ભેટ અપાયેલ. મહારાણી રૂપાળીબાએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપેલ અને તેના માતુશ્રીની યાદમાં તે સમયે ૬૦,૦૦૦ના ખર્ચે બાલુભા કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું.

(12:55 pm IST)