Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કચ્છના અબડાસાના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ના અપક્ષ ઉમેદવાર હનીફ બાવાની તપાસ માટે રાજસ્થાન એટીએસ આવતાં ચક્ચાર : આજે તેમના પ્રચાર માટે શંકરસિંહ વાઘેલા કચ્છમા, હનીફ બાવા ઉપર નકલી નોટોનો કેસ, અત્યારે ભાજપે મુસ્લિમ મતદારોને ધ્યાને લઈ ઉભા રાખ્યા હોવાની ચર્ચા

  (ભુજ) સૌથી વધુ મુસ્લિમ મતદારો ધરાવતી અબડાસા બેઠક મુસ્લિમ અપક્ષ ઉમેદવારોને કારણે સતત સમાચારોમાં છે. તે વચ્ચે અપક્ષ ઉમેદવાર હનીફ બાવાની તપાસ માટે રાજસ્થાન એટીએસની પોલીસ ટીમ આવી હોવાના સમાચારે રાજકીય માહોલ ગરમ બનાવ્યો છે. કચ્છ પોલીસે રાજસ્થાન પોલીસ આવી હોવાના સમાચારને સમર્થન આપ્યું છે. પણ, રાજસ્થાન પોલિસની ટીમ હનીફ બાવાની ટેલિફોનિક પુછપરછ કરી તેઓ ચુંટણીમાં વ્યસ્ત હોઈ પરત રાજસ્થાન નિકળી ગઈ છે. દરમ્યાન, હનીફ બાવાને નકલી નોટના કેસમાં  ૨૦૦૪ માં હાઇકોર્ટે ૪ વર્ષની કેદ અને!૫ હજાર દંડ કર્યો હોવાનું પણ આ કેસ હાલની સ્થિતિએ પુરો થઈ ગયો હોવાનું તેમના ચુંટણીના સોગંદનામામાં જણાવાયું છે. તે ઉપરાંત હનીફ બાવા ઉપર હાલમાં ખનીજ ચોરીનો કેસ હોવાનું પણ તેમાં તહોમતનામું રજૂ ન કરાયું હોવાનું તેમણે ચુંટણી સોગંદનામામાં જણાવ્યું છે. જોકે, આજે તેમના પ્રચાર માટે શંકરસિંહ વાઘેલા બે દિવસના કચ્છના પ્રવાસે બપોરે આવી પહોંચ્યા છે. તો, મુસ્લિમ અપક્ષ ઉમેદવારો ભાજપે ઉભા રાખ્યા હોવાની પણ ચર્ચા છે. રાજસ્થાનમા કોંગ્રેસ સરકાર છે અને ત્યાની પોલીસ હનીફ બાવાની પુછપરછ માટે આવતાં રાજકીય માહોલ ગરમાયો છે.

(2:15 pm IST)