Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના ચરણમાં નવ નવ આત્માઓને માતા પિતાએ સંયમ સંમતિ આપી : ૧૪ ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ

જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે એક અદભૂત સંયમ સંમતિ અવસર : પૂ.મોરારીબાપુની ઉપસ્થિતી : સંતોના પરસેવાની દરેક બૂંદમાં સર્વ કલ્યાણના બીજ વવાતા હોય છે. :શાસનના શરણે સંતાનને અર્પણ કરનારા માતા-પિતા દીક્ષાર્થીઓ કરતાં પણ મહાત્યાગ કરી રહ્યાં છે : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. : કવેસ્ટ ફાઉન્ડેશનના અજયભાઈ શેઠ દ્વારા મા કા પ્રસાદ આયોજન અંતર્ગત ૫૧૦૦૦ ગરીબ પરિવારોને મીઠાઈ વિતરણ કરવામાં આવશે

રાજકોટ,તા. ૨૬: પ્રભુ નેમના સથવાર ગિરનારે થવું અણગારના ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવો સાથે, ૩૬ આત્માઓના સંયમ પ્રદાતા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણમાં આજીવન સમર્પિત થઈને જૈન દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલાં આઠ-આઠ આત્માઓના માતા પિતાએ અર્પણ કર્યો સંયમ સંમતિ પત્ર. જિનશાસનમાં એક ઐતિહાસિક દ્યટનાનું સર્જન થયું જયારે મુમુક્ષુઓના વૈરાગ્ય ભાવો અને માતા પિતાના નિસ્વાર્થતાના ભાવોને નિહાળી સંયમ ઝંખતા એકઓર મુમુક્ષુના માતા પિતાએ એકાએક સ્વયંના સંતાનને સંયમની સંમતિ અર્પણ કરી. સંયમની અનુમતિ મળતા સર્વત્ર હર્ષનાદ ગુંજી ઉઠ્યો અને કુલ નવ નવ આત્માઓના સંસાર ત્યાગના અવસર યોજાયા.

દશેરાના પાવન દિવસે, ગિરનારની ધન્ય ધરા પર મુમુક્ષુ ફેનિલકુમાર જિગ્નેશભાઈ અજમેરા (રાજકોટ), મુમુક્ષુ શ્રેયમબેન તરુણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ નિરાલીબેન તરૂણભાઈ ખંધાર (મુંબઇ), મુમુક્ષુ એકતાબેન અશ્વિનભાઈ ગોસલીયા (મુંબઈ), મુમુક્ષુ અલ્પાબેન મનોજભાઈ અજમેરા (મુંબઇ), મુમુક્ષુ આયુષીબેન નિલેશભાઈ મેહતા (મુંબઇ), મુમુક્ષુ નિધિબેન કમલેશભાઈ મડીયા (મુંબઈ), મુમુક્ષુ દીયાબેન કલ્પેશભાઈ કામદાર (રાજકોટ) તેમજ મુમુક્ષુ મિશ્વાબેન નીતિનભાઈ ગોંડા (રાજકોટ) એમ કુલ નવ આત્માઓનો સંયમ સંમતિ અવસર ચર્તુવિધ સંદ્યની ઉપસ્થિતિમાં લાઈવ પ્રસારણના માધ્યમે દેશ - વિદેશના હજારો હજારો ભાવિકો તેમજ અનેક અનેક સંત - સતીજીઓની સાક્ષીમાં અત્યંત ઉત્સાહભાવો સાથે સંપન્ન થયો.

સમગ્ર સંસારનો ત્યાગ કરીને પ્રભુ પંથે પ્રયાણ કરી રહેલાં મુમુક્ષુઓની તેમજ એમના માતા - પિતાની ત્યાગ ભાવનાની પ્રશસ્તિ કરીને બોધ વચન ફરમાવતાં પરમ ગુરુદેવે કહ્યું હતું કે, મુમુક્ષુતાને સર્જવા માત્ર પ્રવચન કારણભૂત નથી બનતા પરંતુ અંતરના અવાજ સાથે આત્મકલ્યાણના ભાવ સર્જાય ત્યારે મુમુક્ષુતાનું પ્રાગટ્ય થતું હોય છે. એક આત્મા જયારે સંયમ માર્ગ પર પ્રયાણ કરે છે ત્યારે પ્રતિકૂળતાને આમંત્રણ પત્રિકા આપવાની સમજ સાથે જ પ્રયાણ કરતાં હોય છે. થોડીક પ્રતિકૂળતા આવે અને ડગી જાય એવા નબળા મનવાળા માટે સંયમ કદી હોતો જ નથી. જયાં કોઈની લાગણી ન હોય, જયાં સંબંધોની પરવા ન હોય, જયાં મોહ છૂટી જાય ત્યાં જ મુમુક્ષુતા પ્રગટ થતી હોય છે. જયારે સ્વાર્થ છૂટે છે ત્યારે જ સંયમનો પ્રારંભ થતો હોય છે. ધન્ય હોય છે તે માતા - પિતા જે પોતાની ઈચ્છા અને સ્વાર્થને ત્યજીને પોતાના સંતાનને શાસનના શરણે અર્પણ કરીને મહાત્યાગ કરતાં હોય છે.

પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં બ્રહ્મ મંત્રોચ્ચાર તેમજ સ્વસ્તિકના મંગલ રચના સાથે કરવામાં આવેલ સંયમ સંમતિ અવસરના દિવ્ય દૃશ્યો સહુને ધન્ય બનાવી ગયા હતાં.

આ અવસરે મુમુક્ષુઓએ અત્યંત અહોભાવપૂર્વક પોતાના અંતરના સંયમભાવોની હૃદયસ્પર્શી અભિવ્યકિત કરેલ. મુમુક્ષુ ફેનિલભાઈએ આ અવસરને પોતાના બાળપણના પ્રભુવેશ ધારણ કરવાના સ્વપ્ન સાકારની ક્ષણ તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, પરમ ગુરુદેવના વચનોનું શ્રવણ કરતાં જીવનમાં વ્યર્થ શું અને અર્થરૂપ શું એ સત્ય સમજાઈ ગયું. આત્મિક ગુણોની વૃધ્ધિ તે જ માનવભવની સાર્થકતા છે તે સત્ય સમજાઈ ગયું.

બે બહેનો મુમુક્ષુ શ્રેયમબેન અને મુમુક્ષુ શ્રી નિરાલીબેને સુંદર શૈલીમાં જુગલબંધી સર્જીને સંયમ ભાવોની અભિવ્યકિત કરી હતી. મુમુક્ષુ શ્રેયમબેને કહ્યું હતું કે, સંસારના ક્ષેત્રમાં એમ્બીશીયસ રહેતી હું આજે પણ એમ્બીશીયસ છું, એકપણ જીવને ન હણવા માટે, સિઘ્ધત્વને પામવા માટે. હવે તો આ આત્માને ગુણોથી શણગારવો છે. મુમુક્ષુ નિરાલીબેને કહ્યું હતું કે, 'અંતે શું?' પરમ ગુરૂદેવનો આ એક પ્રશ્ન મને અનિત્યતાના દર્શન કરાવી ગયો. મુમુક્ષુ એકતાબેને પોતાના ભાવોની અભિવ્યકિત કરતાં કહ્યું હતું કે, અર્હમ યુવા ગ્રુપ દ્વારા પરમ ગુરૂદેવે આપેલી નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા આજે મને નિઃસ્વાર્થ એવા સંયમજીવન તરફ દોરી ગઈ છે. મુમુક્ષુ અલ્પાબેને કહ્યું હતું કે, ભગવાન બનવાના ભવને માત્ર મનુષ્ય બનવામાં જ વીતાવી દઈશ? એવા પરમ ગુરુદેવના એક જ વચને મને ધર્મરૂપી શરણનું સત્ય સમજાવી દીધું.

મુમુક્ષુ આયુષીબેને પારણામાં જ નવકાર મંત્રની પ્રાપ્તિ અને નાની ઉંમરે જ થયેલા ગુરુના યોગે સંયમ માર્ગની પ્રાપ્તિ કરાવી તે બદલ ગૌરવના ભાવ વ્યકત કર્યા હતાં. મુમુક્ષુ નિધિબેને ચાર વર્ષ પહેલાં પરમ ગુરુદેવના સાંનિધ્યે થયેલી આઠ દીક્ષાને પોતાના સંયમભાવોના પ્રેરકબળ તરીકે ઓળખાવીને પોતાના સંયમગ્રહણની પ્રબળતાના દર્શન કરાવ્યાં હતાં. મુમુક્ષુ દિયાબેને સંયમ ભાવોને દર્શાવતા કહ્યું હતું કે, દિયા રૂપી મારા અસ્તિત્વના પ્રકાશને મિટાવીને સ્વયં દિવાકર બનવા સંયમ ગ્રહણ કરી રહી છું. દીક્ષાની આજ્ઞા સાથે આજે મને સર્વ જીવો સાથે મૈત્રી કરવાની આજ્ઞા મળી ગઈ છે.

ગોંડલ સંપ્રદાયમાં આઠ આઠ આત્માઓના થનારા પ્રવેશ પર ભાવોની અભિવ્યકિત કરતાં આ અવસરે પ્રવિણભાઇ કોઠારીએ મુમુક્ષુઓને લાખ - લાખ ભાવવંદન કર્યા હતા. જૂનાગઢ શ્રી સંદ્યના વજજુભાઈ દામાણીના અહોભાવ અભિવ્યકિત બાદ સંયમભાવોના દિવ્ય વાતાવરણ વચ્ચે મિશ્વાબેન ગોંડાના માતા પિતાએ તેઓના સંયમ ગ્રહણ કરવાના ઉત્કૃષ્ટ ભાવોને સ્વયંની મંજૂરી અર્પણ કરી. મુમુક્ષુ મિશ્વાબેન નીતિનભાઈ ગોંડાએ ગિરનારની જ આ ધરા પર પરમ ગુરુદેવના યોગે પામેલી આત્મજાગૃતિની ક્ષણોને યાદ કરીને પોતાની સંયમગ્રહણની તાલાવેલીના દર્શન કરાવતા સર્વત્ર હર્ષનાદ સહ ભાવિકોએ પ્રભુનેમના પવિત્ર સ્પંદનોની જાણે સાક્ષાત અનુભૂતિ કરી હતી.દીક્ષાર્થીઓના ધર્મ માતા પિતા સ્વરૂપે ઉર્વીબેન ચિંતનભાઈ શાહ પરિવાર (મલાડ), કાજલબેન મિતેશભાઈ ગાંઠાણી (કોલકત્ત્।ા), પ્રિયંકાબેન ચિરાગભાઈ શાહ (કોલકત્ત્।ા), અનિલાબેન દિલીપભાઈ ધોળકીયા (દિલ્હી), અપેક્ષાબેન પિયુષભાઈ મોદી (દ્યાટકોપર), સ્મિતાબેન અનિલભાઈ અજમેરા (અમદાવાદ), પૂનમબેન જયેશભાઈ ભરવાડા (રાજકોટ), હેતલબેન સંજયભાઈ શેઠ (રાજકોટ) તેમજ શિલ્પાબેન સંજયભાઈ સંઘવી (ઘાટકોપર) એ સંયમ અનુમોદના કરેલ.

દરેક દીક્ષાર્થીઓના કરકમલમાં અત્યંત ઉત્સાહ અને અહોભાવ સાથે રજત શ્રીફળ અર્પણ કરવાનો લાભ લઈને સ્નેહાબેન હિતેનભાઈ મહેતા પરિવાર ધન્ય બન્યો હતો.એક સાથે નવ- નવ આત્માઓના કલ્યાણ સ્વરૂપ શ્રી ભગવતી જૈન દીક્ષા મહોત્સવના તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧, ના મંગલમય મુહૂર્તની પરમ ગુરુદેવે ઉદ્દદ્યોષણા કરતાં સહુએ આનંદના વધામણા કર્યા હતાં.

સંયમ ધર્મ અને મુમુક્ષુઓની અનુમોદના કરવા આ અવસરે, શ્રી મોરારીબાપુની પધરામણી સાથે જૂનાગઢ સંદ્યના પ્રોફેસર શ્રી દામાણી , સુરેશભાઈ કામદાર શ્રી સંદ્ય આદિના મહાનુભાવો વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.વિશેષમાં, આવી રહેલાં પર્વના દિવસો તેમજ સંયમ સંમતિ અવસર નિમિત્ત્।ે ગરીબ પરિવારોને પણ મોઢું મીઠું કરવાના શ્રેષ્ઠ ભાવો સાથે કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તરફથી રૂ. ૫૧ લાખના અનુદાનની સાથે આયોજિત 'મા કા પ્રસાદ' અભિયાનમાં દેશ - વિદેશના હજારો ભાવિકોએ માતબર અનુદાન અર્પણ કરીને ૫૧૦૦૦થી વધુ ગરીબ પરિવારોમાં મીઠાશ પ્રસરાવતી માનવતાના દર્શન કરાવ્યા હતાં. અનુદાન અર્પણ કરનારાઓમાંથી નવ ભાવિકોના નામ દીક્ષાર્થીઓના શુભ હસ્તે લક્કી ડ્રો દ્વારા સિલેકટ કરવામાં આવતાં તેમને દીક્ષાર્થીઓના હસ્તે મંગલ કલશ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉપરાંતમાં, વિજયાદશમીના પાવન અવસરે ગોંડલ ગચ્છ શિરોમણી પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની ૯૯મી જન્મજયંતિ નિમિત્ત્।ે એમને યાદ કરી અમેરિકાના ભાવિકો તરફથી પેટરબાર સ્થિત ચક્ષુ ચિકિત્સાલય અર્થે રૂપિયા ૧૧ લાખનું અનુદાન જાહેર કરવામાં આવતાં જયકાર વર્તાયો હતો.

(2:37 pm IST)