Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિલીપ સાબવા પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ-અપક્ષ-એનસીપી અને ફરી ભાજપમાં જોડાયાઃ ગઢડામાં હાર્દિક પટેલના ચાબખા

બોટાદ: ગઢડા 106 વિધાનસભા બેઠક પર બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પુરા જોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે બંને પક્ષોના સ્ટાર પ્રચારકો ગઢડા મતક્ષેત્રમાં પોતાની સભાઓ કરી રહ્યા છે. કોરોના મહામારીના ખતરાને ભૂલીને કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીના સમર્થમાં હાર્દિક પટેલે માંડવધાર ગામે સભાને સંબોધી હતી.

ચૂંટણીના પડઘમ હોવી પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે બંને ભાજપના સી.આર પાટિલ ગઢડા પહોંચ્યા તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ગઢડાના માંડવધાર ગામે મોહનભાઇ સોલંકીના સમર્થમાં સભાને સંબોધી હતી. જેમાં ધારાસભ્ય વિરજી ઠુમમર, કાનુભાઈ બારૈયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, કોરોના મહામારીને ભૂલીને મોટી સંખ્યામાં લોકો માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતનું ભાન ભૂલ્યા હતા.

હાર્દિક પટેલે સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક મુદાઓને લઈને જનતા પાસે મત માગ્યા હતા. હાર્દિક પટેલે લોકોને અપીલ કરી હતી કે, મોહનભાઇને બે વર્ષ માટે તક આપો અને કામ જુવો અને જો કામ સારું ના લાગે તો આવતી ચૂંટણીમાં તેમને મત ના આપજો. આજે ભાજપમાં ભળેલા અને પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા દ્વારા આક્ષેપ કરેલ કે 2017માં હાર્દિકે ટિકિટો વેચી હતી. તેના જવાબમાં હાર્દિકે કહ્યું હતું કે તેને મારા પર આક્ષેપ કરવાની જરૂર જ નથી તે પોતે ચારધામની યાત્રા કરીને આવેલ છે, ભાજપ, અપક્ષ, એનસીપી અને ફરી ભાજપમાં જોડાયા છે.

(4:43 pm IST)