Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ : ડેપ્યુટી કલેકટર - મામલતદાર વિગેરે કર્મચારીઓ ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો પર વ્યવસ્થાના ભાગરૂપે હાજર રહ્યા : પ્રથમ દિવસે ૧૫ ખેડૂતોને પોતાની મગફળી લઈને બોલાવાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

જે અંગે ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ  કોયાણી એ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડ દ્વારા સરકારશ્રીના નિયમ પ્રમાણે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા બાબતે ઓનલાઇન નોંધણી થયા બાદ આજથી સરકારી અધિકારીઓની દેખરેખ હેઠળ મગફળી ખરીદી નો પ્રારંભ થયો હતો અને બીલકુલ શાંતિપૂર્ણ રીતે ખેડૂતોની મગફળી સમયસર અને કોઈ ખેડૂતો હેરાન ન થાય તે પ્રકારે ખરીદી કરવામાં આવી હતી

આ સમયે ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા એ જણાવેલ કે ધોરાજી માર્કેટ યાર્ડ દ્વારા સરકારના નિયમ અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી જેમાં કોરોના નું સંક્રમણ વધુ ન ફેલાય તે બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી બે સાઈડમાં ખેડૂતોને ઉભા રાખવામાં આવ્યા હતા અને દરરોજ જેટલી મગફળી માર્કેટિંગ યાર્ડ ખરીદી શકે એટલા જ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા અને એનો સમય પણ આપવામાં આવ્યો હતો જેના કારણે ખેડૂતોને ખોટી રીતે હેરાન થવું ન પડે તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં પોલીસ બંદોબસ્ત અને મેડિકલ સ્ટાફે પણ હાજર રાખવામાં આવેલ હતો અને ક્લાસ વન અધિકારી ધોરાજી ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદાર અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ ઓનલાઇન ખરીદી પ્રારંભ સમયે હાજર રહ્યા હતા

પ્રથમ દિવસ ખેડૂતો માટે શાંતિથી પસાર થયો હતો અને જે ખેડૂત ના નામ અગાઉ નોંધાઈ ગયા છે તે જ ખેડૂતોને પોતાનો સમય આપીને બોલાવવામાં આવે છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખોટી વાહનોની લાઈનો ના થાય તે બાબતને પણ પૂરી તકેદારી રાખવામાં આવી છે અને ખેડૂતોને પણ એ જ સમયે આવવાની સૂચનાઓ આપવામાં આવી છે. પ્રથમ દિવસે ૧૫ ખેડૂતોને પોતાની મગફળી લઈને આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

(4:54 pm IST)