Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

૧૦ બાઈક અને ૨ ઘરફોડી ચોરીનો ભેદ ઉકેલવામાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા

એસપી મહેન્દ્ર બગડિયા અને ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ નયન ચૌહાણની રાહબરી હેઠળ વઘુ એક મોટી સફળતા

રાજકોટઃ  તા.૨૭, સુરેન્દ્ર નગર પંથકમાં વધતા જતા વાહન ચોરીઓનો ઘટનાઓમાં પોલીસને વધુ જાગૃત બનાવવા સાથે આવા અપરાધીઓને પકડવા માટેની વિસ્તૃત ચર્ચા રાજકોટ રેન્જ વડા સંદીપસિંહ ની વિઝીટ વખતે થયેલ.                                   

 એસપી મહેન્દ્ર બગડિયા અને ડીવાયએસપી એચ.પી. દોશી દ્વારા ભૂતકાળમાં સુરત આર.આર.સેલ સ્ટેટ વિજિલન્સ સહિત મહત્વના વિભાગોમાં યશસ્વી ફરજ બજાવનાર પીઆઇ નયન ચૌહાણ ટીમને આ જવાબદારી સુપરત કરતા જ ૪ શખ્શોને પોતાના તાબાના સ્ટાફની મદદથી સકંજામાં લઇ લીધાછે.        

હેડ કોન્સ્ટેબલ ધનરાજ સિહ વાઘેલા તથા પોલીસ મેન વિજય સિહ પ્રવીણ સિહ પરમારની સયુંકત બાતમી આધારે આરોપીઓને ઝડપી લીધા છે. સમગ્ર કાર્યવાહીમાં વિજયસિંહ ડોડીયા અને મુકેશભાઈ ઉતેદિયા તથા અમિતભાઈ મહેતાની સાથે સાથે પોલીસ મં હરુંભાઈ કુરેશી અને વિજય સિહ. પરમાર .કિશનભાઇ ભરવાડ અને મહાવીરસિંહ વજેસંગ ભાઈ વિગેરે ટીમની સક્રિયતા રંગ લાવી છે.

પૅગો જયકીશનભાઇ અનાવાડીયા ઉવ-રર ધંધો-ફ્રુટની લારી રહે.રતનપર ખોજાના કબ્રસ્તાન સામે ભોગાવા નદીના કાંઠે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર (ર) મહેશભાઇ ઉર્ફે કાળુ સ/ઓ જગદીશભાઇ અમથુભાઇ બારૈયા ઉવ-ર૦ ધંધો-ફ્રુટની લારી રહે.સુ.નગર પોપટપરા શેરીને૧ તા.વઢવાણ (૩) ઘનશ્યામભાઇ ઉર્ફે શંભુ સ/ઓ બટુકભાઇ નાનુભાઇ ઝાડા ઉવ-રર ધંધો-ફ્રુટની લારી રહે.સુ.નગર વડનગર ગોકુલનગર તા.વઢવાણ (૪) હીતેષભાઇ સ/ઓ રાજુભાઇ કાળુભાઇ મારૂણીયા ઉવ-રર ધંધો-પ્રા.નોકરી રહે.સુ.નગર વડનગર બાપા સીતારામની મઢુલી પાસે વાળાઓને નીચે મુજબના અનડીટેઇક ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ૧૦ મોટરસાયકલ તથા ઘરફોડ ચોરીના બે ગુનાને ઉકેલી ચાર ઇસમોને પકડી પાડી સુ.નગર સીટી એ.ડીવી પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રીનં-૧૨/ર૧ સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી તથા ૧૦૨ મુજબની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(2:47 pm IST)