Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

હળવદમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ

હળવદ : મોઢેશ્વરી માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો, આ પાટોત્સવ નિમિત્તે માતાજીનો યજ્ઞ યોજવામાં આવેલ, યજમાન તીરકે સાગર ગીરીશભાઇ પટેલ પરિવાર રહેલ, મુખ દાતા રશ્મીનભાઇ કેશવલાલ પટેલ રહેલ, તેમજ આ પ્રસંગે મોઢવણીક સમાજની વાડી (પાર્ટીપ્લોટનું) ઉદ્દઘાટન ગં.સ્વ. તારાબેન કે પટેલના હસ્તે કરવામાં આવેલ  યજ્ઞ શાસ્ત્રોકત વિધીથી શાસ્ત્રી ભાવેશભાઇ ત્રિવેદી તથા અમિતભાઇ ત્રિવેદીએ કરાવેલ. આ પ્રસંગે દાતાઓ તથા સંતોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ મોઢવણીક સમાજના અગ્રણી નરેન્દ્રભાઇે એમ. વોરા તથા સમસ્ત મોઢવણીક સમાજના યુવકોએ આ કાર્યમાં જહેમત ઉઠાવેલ. પાટોત્સવ પુજનની તસ્વીર. (તસ્વીર-હરીશ રબારી હળવદ)

(11:34 am IST)