Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ટંકારા તાલુકા પંચાયતની ૧૫ સીટો માટે ભાજપ - કોંગ્રેસ વચ્ચે ભારે જંગ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૨૭ : ટંકારા તાલુકાની ૧૫ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાયેલ છે તેમાં ૧૫ સીટ માટે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ગત તાલુકા પંચાયત કોંગ્રેસની હતી. આ ચૂંટણીમાં આપ ના ઉમેદવારો ઘુનડા (ખાન),ટંકારા-૧, ટકારા- ૨ ,ટંકારા -૩ હરબટીયાળી , જબલપુર, નેકનામ સીટ ઉપર ચૂંટણી લડે છે . બસપા ના ઉમેદવારો ઘુનડા ( ખાન), હડમતીયા, ટંકારા -૧, નાના ખીજડીયા ઉપર ચૂંટણી લડે છે.

અપક્ષ ઉમેદવારો ટંકારા -૧, ટંકારા -૨, ટંકારા- ૩ તથા મીતાણા સીટ ઉપર ચૂંટણી લડે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ લજાઈ-૧, લજાઈ-૨ નસિતપર, ઓટાળા, વિરવાવ બેઠક ઉપર છે.

અપક્ષ ઉમેદવારોને પ્રજાનો કેવો ટેકો મળે છે તે જોવાનું રહે છે. અપક્ષ તથા બીજા પક્ષના ઉમેદવારો ભાજપ- કોંગ્રેસના વિજય માં ભાગ ભજવશે .

ભાજપે સાવડી બેઠક ઉપર બિન હરીફ વિજય મેળવી ભાજપની તાલુકા પંચાયત રચવાના શ્રી ગણેશ કરેલ છે.

જીલ્લા પંચાયત સીટ ૧૦ લજાઈ કુલ મતદારો ૨૧,૪૪૫ , તથા૧૫ -ઓટાડા સીટમાં કુલ મતદારો ૨૧૬૦૩ તથા ૨૧ ટંકારા સીટમાં ૨૫૭૦૯ મતદારો છે.

ટંકારા સીટમાં ભાજપના એડવોકેટ સંજયભાઈ ભાગ્યા અને સામે ટંકારા તાલુકા ભુપેન્દ્રભાઈ ગોધાણી કોંગ્રેસ માથી ચૂંટણી લડે છે .બંને વચ્ચે સામસામે જોરદાર ટક્કર થશે .

ઉમેદવારોનું ભાવિ આવતીકાલે સાંજ સુધીમાં મતદાન પેટીમાં પુરાશે.

(12:49 pm IST)