Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

પોરબંદરમાં નેગોશીએબલ એકટના ગુન્હામાં ૩ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પોરબંદર, તા. ૨૭ :. નેગોશીએબલ એકટ હેઠળના ગુન્હામાં ૩ વર્ષથી નાસતો ફરતો આરોપી શામજી વેલજીભાઈ હરચડીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની દ્વારા પોરબંદરમાં આગામી નગરપાલિકા ચૂંટણી ૨૦૨૧ અનુસંધાને નાસતા ફરતા તેમજ સજા પડેલ આરોપીઓ પકડાઈ જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ જે બાબતે ખાસ સૂચના આપેલ જે અંગે શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.એલ. આહિરના માર્ગદર્શન મુજબ ડી. સ્ટાફ પીએસઆઈ આર.એલ. મકવાણા દ્વારા ડી. સ્ટાફની ટીમ તૈયાર કરી મે.જ્યુ. ફ.ક. મેજી. સાની કોર્ટમાં છેલ્લા ૩ વર્ષથી નેગોશીએબલ એકટ ક. ૧૩૮ મુજબ બન્ને કેસમાં એક એક વર્ષની સજા પડેલ હોય જે સજાની પકડથી બચવા અલગ અલગ જગ્યાએ નાસતા ફરતા આરોપી વિરૂદ્ધ નામદાર કોર્ટ દ્વારા વોરંટ પ્રસિદ્ધ કરતા આરોપીને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને ડી. સ્ટાફ ટીમને સંયુકતરાહે હકીકત મળેલ કે મજકુર આરોપી શામજી વેલજીભાઈ હરચડી રહે. માણેકચોક રાત્રીના પોતાના રહેણાંક મકાન માણેકચોક શાકમાર્કેટ જુમ્મા મસ્જીદવાળી ગલીમાં આવનાર હોય જે ચોક્કસ બાતમી આધારે ડી. સ્ટાફની ટીમ મજકુરના વોચમાં રહેલ તે દરમ્યાન આરોપી પોતાના રહેણાંક મકાન પર આવતા મજકુરને નામદાર કોર્ટ દ્વારા નેગોશીએબલ એકટ ક. ૧૩૮ મુજબના કામે સજા થયેલ બન્ને વોરંટની સમજ કરી છેલ્લા ૩ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો આરોપી શામજીભાઈ હરચડીને પકડી આરોપીનો કોવિડ-૧૯નો જરૂરી ટેસ્ટ કરાવી આરોપીને નામદાર કોર્ટ રજુ કરેલ છે.

છેલ્લા ૩ વર્ષથી સજા પડેલ અને પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે. ડી. સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. સદરહુ કામગીરી પીઆઈ એચ.એલ. આહિર તથા પીએસઆઈ આર.એલ. મકવાણા તથા હેડ કોન્સ. મુકેશ કે. માવદીયા, બી.પી. કારેણા તથા કોન્સ. ભરત શીંગરખીયા, ભીમાભાઈ ઓડેદરા, અરવિંદ કાનાભાઈ દ્વારા કરવામાં આવેલ છે.

(12:50 pm IST)