Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જૂનાગઢના કોરિયા પરિવારનો મિલન સમારોહ યોજાયો

જૂનાગઢઃ વિશ્વકર્મા જયંતીના કોરિયા પરિવારનો ૧૩મો મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ ૧ થી કોલેજ સુધીના કુલ ૮૦ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા વિતરણ કરાયું. તેમજ પરિવારના બાળકોની આંતરિક શકિતના વિકાસ માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, ગાયન સ્પર્ધા, પ્રેરક વકતવ્ય જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

જૂનાગઢ શહેરમાં રહેતા કોરિયા પરિવારની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી ડિરેકટરી નિર્માણ કરવાના આયોજનના ભાગ રૂપે બાયોડેટા ફોર્મમાં માહિતી એકત્ર કરાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં અલ્પેશભાઈ કોરિયા, રમેશભાઈ કોરિયા, નરેશભાઈ કોરિયા, ડો. સંજય કોરિયા, જસ્મિનભાઈ કોરિયા, હરેશભાઇ કોરિયા, નિકુંજભાઈ કોરિયા અને રાજુભાઇ કોરિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(12:51 pm IST)