Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વ્હોટસએપ આધારિત મુલ્યાંકન પરીક્ષામાં જૂનાગઢ જિલ્લો અવ્વલ

ધો. ૩ થી ૫માં ૪૨.૯૧ ટકા, ધો. ૬ થી ૮માં ૫૩.૭૮ અને ધો. ૯ થી ૧૦માં ૩૦.૩૧ ટકા રિઝલ્ટ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૭: તાજેતરમાં રાજ્ય વ્યાપી વ્હોટસએપ આધારિત મુલ્યાંકન પરીક્ષા લેવાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લો અવ્વલ રહ્યો છે.

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન જિલ્લાની શાળાઓમાં વ્હોટસએપ આધારિત મુલ્યાંકન પરીક્ષા યોજાઇ હતી.જેમાં જૂનાગઢ જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં આ પરીક્ષા માં ધો. ૩ થી ૫માં કુલ ૨૯,૭૬૬ વિદ્યાર્થીઓ પૈકી ૧૮,૯૬૫ છાત્રો ઉપસ્થિત રહેલ જેમાંથી ૧૨,૭૭૩ ઉર્તિણ થતા ૪૨.૯૧ ટકા રિઝલ્ટ આવેલ છે.

ધો. ૬ થી૮ માં કુલ ૩૦,૩૬૭ વિદ્યાર્થીઓમાંથી ૨૩,૯૮૪ છાત્રોએ આ પરીક્ષા આપી હતી. અને ૧૬૩૩૧ વિદ્યાર્થીઓ ઉર્તિણ થતા ૫૩.૭૮ ટકા પરિણામ આવેલ છે.

તેમજ ધો. ૯ અને ૧૦ના કુલ ૩૦,૦૦૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૪,૨૩૩ વિદ્યાર્થીઓએ મુલ્યાંકન પરીક્ષા આપી હતી. તેમાંથી ૯૦૯૬ વિદ્યાર્થીઓ ઉર્તિણ થતાં ૩૦.૩૧ ટકા રીઝલ્ટ આવેલ છે.

 આમ ગુજરાતમાં પ્રથમ સ્થાને નવસારી બાદ બીજા ક્રમે જુનાગઢ જિલ્લો આવતા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય અને શિક્ષકગણ ઉપરાંત વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(12:52 pm IST)